
રસ્તા પર બાઇક ચલાવતા દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ પહેરવાથી તમારું રક્ષણ પણ થાય છે. બીજી તરફ, ઘણા લોકો એવા છે કે જેઓ ન તો પોતાની કાળજી લેતા હોય છે અને ન તો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય છે. આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ હેલ્મેટ વિના રોડ પર સ્કૂટી ચલાવી રહ્યો હતો. આ પછી તેને ટ્રાફિક પોલીસવાળાએ રોક્યો. ત્યારે ટ્રાફિક પોલીસ જે રીતે વ્યક્તિને સમજાવે છે તે ખૂબ જ રમુજી છે.
આ પણ વાંચો: Viral Video: સુંદરતાથી મોહિત થયો કાવ્યા મારનનો ‘સાઉથ આફ્રિકન ચાહક’, કહ્યું- મારી સાથે લગ્ન કરશો?
વ્યક્તિએ તેની સ્કૂટી પર ‘રાજા કી આયેગી બારાત’ લખેલું હતું. જોકે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. જ્યારે ટ્રાફિક પોલીસ તેને રોકે છે, ત્યારે તેઓ તેને ખૂબ જ રમુજી રીતે કહે છે. ટ્રાફિક પોલીસવાળા પૂછે છે, ‘ક્યૂં રાજા તુમ્હારા સેહરા કહાં હૈ?’ ટ્રાફિક પોલીસવાળાએ ‘સેહરા’નો અર્થ કર્યો કે તમારો ‘હેલ્મેટ’ ક્યાં છે? તે કહે છે કે ‘તમારો સેહરા નથી, જાન કેવી રીતે આવશે?’ આના પર વ્યક્તિના મોઢામાંથી અવાજ નીકળતો નથી. તે માત્ર આઘાતમાં લાગે છે.
આ પછી ટ્રાફિક પોલીસકર્મી તેને કહે છે, ‘આગલી વખતે તું હેલ્મેટ પહેરશે કે ચલણ થશે?’ જેના જવાબમાં વ્યક્તિ બહાના બનાવવા લાગે છે. આ પછી, ટ્રાફિક પોલીસવાળા ખૂબ જ રમુજી અંદાજમાં વ્યક્તિને ધમકી આપે છે કે ‘રાજા કી આયેગી બારાત અને હેલ્મેટ નહીં પહેરો તો જાન પોલીસ સ્ટેશનમાં જશે’.
ટ્રાફિક પોલીસવાળાએ ખૂબ જ રમુજી અંદાજમાં માણસને સંદેશો આપ્યો કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પોલીસકર્મીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. આમ તો સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે પરંતુ લોકોને ફની વીડિયો જોવા ખુબ પસંદ આવતા હોય છે ત્યારે આ વીડિયો પણ ખુબ ફની છે. લોકોને આ વીડિયો ખુબ ફની લાગી રહ્યો છે.