Viral Video : સાળી કરવા માંગતી હતી જીજાજી સાથે મજાક, અંતે તેની સાથે જ બની ગઈ આવી રમૂજી ઘટના

Funny rituals of jija saali : લગ્નની તૈયારીઓ મહિના પહેલા જ ચાલુ થઈ જતી હોય છે. લગ્નના પ્રસંગે ઘણી રમૂજી ઘટનાઓ પણ બનતી હોય છે. હાલમાં આવી જ લગ્નની એક રમૂજી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

Viral Video : સાળી  કરવા માંગતી હતી જીજાજી સાથે મજાક, અંતે તેની સાથે જ બની ગઈ આવી રમૂજી ઘટના
Funny rituals of jija saali
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 26, 2023 | 7:30 PM

લગ્નનો દિવસ દુલ્હા અને દુલ્હન માટે એક ખાસ દિવસ હોય છે. આ દિવસને યાદગાર બનાવવા માટે તેમના સંબંધીઓ અલગ અલગ અખતરા કરતા હોય છે. લગ્નની તૈયારીઓ મહિના પહેલા જ ચાલુ થઈ જતું હોય છે. લગ્નના પ્રસંગે ઘણી રમૂજી ઘટનાઓ પણ બનતી હોય છે. હાલમાં આવી જ લગ્નની એક રમૂજી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો જોઈ તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

ભારતમાં લગ્ન સમયે અલગ અલગ પ્રકારની વિધીઓ થતી હોય છે. આ દરમિયાન સંબંધીઓ એકબીજા સાથે હસી મજાક પણ થતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પણ જીજા-શાળીનો એક રમૂજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર પહેલા પણ વાયરલ થયા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સને ભરપૂર મનોરંજન આપી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્ટેજ પર દુલ્હાને બેઠેલો જોઈ શકો છો. આ દરમિયાન સાળી પોતાના જીજા સાથે મજાક કરવા સ્ટેજ પર આવે છે. તે એક ટ્રેમાં શરબત લઈને આવે છે. આ ટ્રેમાં શરબતના અનેક ગ્લાસ હાજર છે. આ ટ્રેમાં મરચાના પાણીથી ભરેલો એક ગ્લાસ પણ છે. દુલ્હાના સંબંધીઓ દુલ્હાને તે શરબત પીતા બચાવે છે. પણ સાળી તેના જીજાને મરચાવાળું પાણી પીવડાવવા પર અડી જાય છે. ત્યારે જ તે સ્ટેજ પરથી ધડામ દઈને નીચે પડે છે અને લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર bridal_lehenga_designn નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર હજારો વ્યૂઝ અને લાઈક આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને પસંદ કરીને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર પણ કરી રહ્યાં છે.

એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હજુ કરો મજાક… ભારે પડ્યું ને. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આવી હરકતો કોણ કરે ભાઈ. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, અરે પછી હસજો…. પહેલા તેને ઉઠાવી લો. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ આપતા જોવા મળ્યા.