Viral Video : છોકરાએ એવુ પ્રેન્ક કર્યુ કે છોકરી ડરી ગઈ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પ્રેન્ક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ વિયારતા થઈ જશો.તમને જણાવી દઈએ કે, આ વીડિયો hepgul5 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પરથી શેર કરવામાં આવ્યો છે.

Viral Video : છોકરાએ એવુ પ્રેન્ક કર્યુ કે છોકરી ડરી ગઈ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો
prank video of man teasing woman
| Edited By: | Updated on: Aug 29, 2021 | 12:05 PM

Viral Video :  સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે તો કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને આપણી આંખમાં આંસુ આવી જતા હોય છે. ડાન્સ, સિંગિગ અને પ્રેન્કના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે,ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ (Social media) મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

ઘણી વખત લોકો રમતોમાં અથવા મનોરંજન માટે એકબીજા સાથે મજાક કરવા માટે વિવિધ પ્રકારના પ્રેન્ક (Prank) કરતા હોય છે, ત્યારે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આ વ્યક્તિએ પણ કંઈક આવું જ કર્યું, જેની મજાકથી છોકરી ડરી ગઈ.આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસોડામાં ખાલી બાઉલ ઉપાડે છે અને તેમાં પાણી ભરે છે. ત્યાર બાદ રસોડાના સ્લેબ પર બાઉલને (Bowl) ટેપથી ચોંટાડે છે.

જુઓ વીડિયો

 

છોકરાએ પ્રેન્ક કર્યુ તો છોકરી ડરી ગઈ

થોડા સમય બાદ એક છોકરી ત્યાં આવે છે જે તે બાઉલ ઉપાડવાનો પ્રયત્ન કરે છે. જ્યારે બાઉલ નથી ઉપડતો ત્યારે તે ડાઇનિંગ ટેબલ પર બેઠેલા છોકરાને બોલાવે છે, પરંતુ છોકરો તેની મદદ કરવાની મનાઈ કરે છે. બાદમાં છોકરી પોતાનું પૂરું બળ લગાડીને બાઉલને ને જોરથી ખેંચે છે. અને બાઉલમાં રાખવામાં આવેલા પાણીને કારણે છોકરી ભીની થઈ જાય છે. તેની હાલત જોઈને નજીકમાં બેઠેલો છોકરો પણ આવે છે અને તેની મજાક ઉડાવવા લાગે છે. આ જોઈને ગુસ્સે થયેલી છોકરીએ છોકરા પર પાણી રેડ્યું.

તમને જણાવી દઈએ કે,આ વીડિયોને hepgul5 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram account) પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Funny Video : છોકરો ડાન્સ માસ્ટર બનીને શીખવી રહ્યો હતો સ્ટેપ્સ, પછી કંઈક એવુ થયુ જે જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો:  #INDvsENG : ત્રીજી ટેસ્ટ મેચમાં થયેલી હાર બાદ ‘વિરાટની ટીમ’ સોશિયલ મીડિયા પર ટ્રોલ, યુઝર્સે મીમ્સનો કર્યો વરસાદ !

Published On - 12:01 pm, Sun, 29 August 21