
ઘણા લોકો માને છે કે જો તેઓ 110, 210 કે 310 રૂપિયાનું પેટ્રોલ ભરે તો છેતરપિંડીથી બચી શકે. પરંતુ ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, પેટ્રોલ પંપના એક એટેન્ડન્ટે આ માન્યતા ખોટી સાબિત કરી છે. તેણે ઈંધણ ભરવાની એવી બે સરળ રીતો સમજાવી છે, જે દરેક વાહનચાલકે જાણવી જોઈએ.
વીડિયોમાં એટેન્ડન્ટે જણાવ્યું કે લોકો મોટાભાગે 110, 210 કે 310 રૂપિયાનું પેટ્રોલ ભરે છે, પરંતુ તે કોઈ પણ રીતે સલામત કે ફાયદાકારક નથી. ઈંધણ સાચી માત્રામાં અને શુદ્ધ ગુણવત્તાનું મળે, તે માટે ફક્ત નીચેની બે બાબતો ચકાસવી જરૂરી છે…
પેટ્રોલની ઘનતા 720 થી 775 વચ્ચે હોવી જોઈએ, જ્યારે ડીઝલની 820 થી 860 વચ્ચે રહે છે. આ આંકડો મશીન પર જ દેખાય છે.
જો ઘનતા આ રેન્જમાં છે, તો તે ઈંધણ શુદ્ધ છે અને તેમાં ભેળસેળ નથી. જો આ આંકડો બહુ ઓછો કે વધારે હોય, તો તે ઈંધણની ગુણવત્તા શંકાસ્પદ ગણાય.
પેટ્રોલ ભરતી વખતે મીટર “0” પરથી શરૂ થાય તે જરૂરી છે. પરંતુ એટલું જ નહિ, મીટરનું આગળનું રીડિંગ પણ યોગ્ય રીતે વધવું જોઈએ.
એટેન્ડન્ટના જણાવ્યા મુજબ, 0 પછી જો મીટર સીધું 10 કે 12 સુધી જાય, તો શક્ય છે કે મશીનમાં છેડછાડ થઈ હોય. એટલે પેટ્રોલ કે ડીઝલ ઓછું મળવાનું જોખમ રહે છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @BabamungnathFillingstan નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 15.8 મિલિયનથી વધુ વ્યૂઝ, 7 લાખથી વધુ લાઇક્સ અને 4,500થી વધુ ટિપ્પણીઓ મળી છે.
વપરાશકર્તાઓએ વીડિયોની પ્રશંસા કરતા કહ્યું છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. કેટલાક લોકોએ પોતાના અનુભવ શેર કરતાં લખ્યું કે તેઓ હવે લિટર મુજબ ઇંધણ ભરાવે છે, જ્યારે અન્યોએ કહ્યું કે “અમારા પંપ પર પણ આવી જ પદ્ધતિ અપનાવવામાં આવે છે.”
નોંધ : અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.