બહારથી જુઓ તો ઝુંપડી, અંદરથી આલિશાન મહેલ, તમને થશે કે મારુ ઘર આવુ કેમ નથી ? જુઓ Video

|

Mar 24, 2025 | 11:36 AM

તમે કેટલી વાર આ કહેવત સાંભળી છે કે, "દુનિયા ભ્રામક છે કારણ કે તે જેવી દેખાય છે તેવી નથી?" આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. જેમાં લોકો આ ઝૂંપડપટ્ટીના ઘર અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઘરની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ઘરની અંદરનો નજારો જોઈને તમારી આંખો પહોળી રહી જશે. આ અંગેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શું છે?

બહારથી જુઓ તો ઝુંપડી, અંદરથી આલિશાન મહેલ, તમને થશે કે મારુ ઘર આવુ કેમ નથી ? જુઓ Video

Follow us on

સોશિયલ મીડિયામાં હાલમાં એક અનોખું ઘર ખૂબ ચર્ચાનો વિષય બન્યું છે. જોવા જાય તો તે બહારથી એક સામાન્ય ઝૂંપડીની જેમ લાગે, પરંતુ તેના અંદરના દ્રશ્યો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. આ વીડિયો જોઈને કોઈ પણ કહી ઉઠે કે, “આવું ઘર તો મારી પાસે પણ હોવું જોઈએ!”

આ અનોખા ઘરમાં શું છે?

વિડિયોમાં પહેલા ઘરની બહારનું દ્રશ્ય છે. જેમાં બહારથી ઘર એક દમ નાનું અને ઝુંપડીમાં રહેતા હોય તેવુ લાગે છે અને  એક નાનું, સાદું ઘર દેખાય છે, જેની બહાર બે ખુરશીઓ રાખેલી છે. પહેલી નજરે ભલે તે એક સામાન્ય ઝૂંપડી જેવું લાગે, પરંતુ જેવો કેમેરો અંદર જાય છે, તરત જ દ્રશ્ય બદલાઈ જાય છે. અંદર એક વિશાળ LED ટીવી, આરામદાયક પલંગ, અને આકર્ષક સોફા જોવા મળે છે. આ સિવાય ઘર સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે, અને અહીં બાથરૂમમાં પણ AC લાગેલું છે.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

ઘરના રસોડામાં આધુનિક સુવિધાઓ જેવી કે RO વોટર ફિલ્ટર અને મોસમને અનુરૂપ ઇન્ટીરિયર ડિઝાઇન જોવા મળે છે. વોશ બેઝિન પણ રિચ ગોલ્ડન કલરમાં જોવા મળી રહ્યુ છે. વેસ્ટર્ન ટોયલેટ અને વોશિંગ મશીન પણ સુવિધાઓનો એક ભાગ છે.

જુઓ આ આલિશાન ઘરનો Video

સોશિયલ મીડિયામાં ધૂમ

આ વીડિયો @7stargrandmsti નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. 10 માર્ચે અપલોડ થયેલા આ વીડિયોને અત્યાર સુધી 4.60 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે – એક યુઝરે લખ્યું, “બહારથી ઝૂંપડી, અંદરથી મહેલ!” તો અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું, “જો આવી ઝૂંપડી હોય તો મહેલ કે બંગલાની જરૂર જ શું?”

આ વીડિયો જોઈને એ સમજાઈ જાય છે કે ઘર કેવું છે, તે મહત્વનું નથી – તેને કેવી રીતે સુશોભિત કરવામાં આવ્યું છે, તે વધુ મહત્વપૂર્ણ છે!