VIDEO : લગ્નમાં દુલ્હનના મિત્રોએ આપી અનોખી ભેટ, જોઈને લોકોની આંખો પણ ચાર થઈ ગઈ

|

Feb 04, 2022 | 12:45 PM

આ દિવસોમાં લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં દુલ્હનને જે ભેટ મળે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

VIDEO : લગ્નમાં દુલ્હનના મિત્રોએ આપી અનોખી ભેટ, જોઈને લોકોની આંખો પણ ચાર થઈ ગઈ
Bride funny video goes viral

Follow us on

Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે. એવુ કહેવાય છે કે લગ્ન થતાંની સાથે જ દુલ્હા-દુલ્હન ( Groom-Bride)  જીવનના સૌથી સુંદર તાંતણે બંધાઈ જાય છે. લગ્ન સંપન્ન થયા પછી સંબંધીઓ સ્ટેજ પર બંનેને આશીર્વાદ આપવા આવે છે. તો સાથે જ મિત્રો મસ્તીમાં મિત્રોને આવી ભેટ આપતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.

મિત્રોએ આપી કંઈક આવી ગિફ્ટ

મોટાભાગના લગ્નોમાં દુલ્હા-દુલ્હનના મિત્રો સૌથી વધુ મસ્તી કરતા જોવા મળે છે. અમુક સમયે તેઓ એવી મજાક કરે છે કે લગ્નનું આખું વાતાવરણ રમૂજી બની જાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હનને તેના મિત્રોએ એક એવી ભેટ આપી છે કે જોઈને તમે પણ દંગ રહી જશો અને કહેશો કે ‘આવા મિત્રો ક્યારેય સુધરશે નહીં.’

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠા છે. તેમની આસપાસ લગ્નમાં મળેલી ભેટોનો ઢગલો છે. આ દરમિયાન, દુલ્હન તેમના મિત્રોએ આપેલી એક ગિફ્ટ ખોલે છે ત્યારે તે ખૂબ જ પરેશાન થઈ જાય છે, કારણ કે ગિફ્ટ બોક્સનું પેકિંગ એટલુ મજબૂત હોય છે કે તેને ખોલવામાં ખાસ્સો ટાઈમ જાય છે. અંતે જ્યારે દુલ્હને ભેટ ખોલી ત્યારે તેના હાવભાવ બદલાઈ ગયા અને તે વિચારમાં પડી ગઈ. કારણ કે ગિફ્ટ પેકિંગમાં એક માસ્ક હતુ. આ રમુજી વીડિયો (Funny Video) હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ghantaa નામના એકાઉન્ચ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral video : માણસે જુગાડ કરીને સાઇકલને બુલેટમાં ફેરવી દીધું, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article