Foreign Villages: જાણો આ ગામડામાં રહેતા લોકોની જીવનશૈલી વિશે

સંસ્કૃતિ પ્રમાણે વિદેશ (Foreign) પણ અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં લોકોએ ત્યાનાં ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ. તો જાણો એક નવા ગામડાં વિશે.

Foreign Villages: જાણો આ ગામડામાં રહેતા લોકોની જીવનશૈલી વિશે
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:33 PM

આપણે બધા દેશમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગામડાઓની સંસ્કૃતિ અલગ અલગ હોય છે. આપણે ગામડાની ખેતી વિશે જાણવું જરૂરી છે કારણ કે સંપત્તિવાન આપણે જરુર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણુ મૂળ છે. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડા (villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

વિદેશ જતાં પહેલા લોકોએ વિદેશના ગામડા વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડા જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાકેફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડા આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડા વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવું હોય તો જાણો આ વસ્તુઓ

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડા વિશે તમને રૂબરૂ કરાવીશું. તમને અહીં ઈંગ્લેન્ડના એક ગામડાનો વીડિયો આપેલો છે.

અહીં જુઓ ગામડાંનો વીડિયો

બેલારુસના ગામડાંમાં નાના-મોટાં મકાનો જોવા મળી રહ્યા છે. તેમજ ત્યાં શાંતિનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે. ખેતરો પણ લીલાછમ દેખાય રહ્યા છે. ત્યાંના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર રહે છે. ત્યાંના લોકો મરઘાં-બતકા ઉછેર કરે છે. લોકો અલગ અલગ પાકોની ખેતી કરે છે. આ ગામમાં મકાઈની ખેતી વધુ થાય છે. આ ગામના લોકો ડેરી ફાર્મિંગ કરે છે. લોકો દુધ, દહીં, ચીઝ અને બટર જેવી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. આ ગામના લોકોએ જૂના રીત-રીવાજોને સાચવી રાખ્યા છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Follow Us