Foreign Villages: શું તમે વિદેશના ગામડા જોયા છે? તો જોવો એક અનોખું આધુનિક ગામડું

|

Aug 02, 2022 | 7:07 PM

વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ.

Foreign Villages: શું તમે વિદેશના ગામડા જોયા છે? તો જોવો એક અનોખું આધુનિક ગામડું
Foreign Villages

Follow us on

આપણે બધા દેશમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ, તે જરૂરી છે. ગામડાંઓની સંસ્કૃતિ કંઈક અલગ હોય છે. આપણે ગામડાંની ખેતી વિશે જાણવું જરૂરી છે કારણ કે સંપત્તિવાન આપણે જરુર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિસંસ્કૃતિ આપણી જડ છે. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (villages) કેવા હશે.? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવુ છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાની (Foreign village).

બિઝનેસ કરવા અને ભણવા જતાં લોકોએ વિદેશના ગામડા વિશે જાણવું

શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાકેફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડા આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.

વિદેશમાં જવા ઈચ્છતા લોકો જાણો આ વસ્તુઓ

શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને જણાવીશું. તમને અહીં અમેરિકાના એક ગામડાંનો વીડિયો આપેલો છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

અહીં જુઓ ગામડાંનો વીડિયો….

આ વીડિયોમાં તમે અમેરિકાનું એક ગામડું જોઈ શકો છો. તેની ખાસિયત એ છે કે પહોળાં અને ચોખ્ખા રસ્તાઓ છે. ભારત જેવી ડ્રાઈવિંગ સિસ્ટમ તેમજ બધું અલગ-અલગ જોવા મળશે. જે એક નાનકડાં ટાઉન જેવું જ છે. આ વીડિયોમાં સોયાબીન,મકાઈ અને બીજા અન્ય ખેતરો જોવા મળે છે. ત્યાં ભારતની જેમ જ ટ્રેક્ટર અને ટ્રક પણ જોવા મળશે. ખેતરમાં પાણી ભરેલા ટ્રક દ્વારા શાકભાજી અને ફળો ધોઈ શકાય છે. આ વીડિયોમાં ભારતના ગામડાંઓ જેવા જ રસ્તાઓ જોવા મળે છે. અહીં આપેલી માહિતી ફકત તમારા નોલેજ માટે જ છે.

Published On - 6:59 pm, Tue, 2 August 22

Next Article