જે લોકો ખાવા -પીવાના શોખીન છે તેઓ નવા સ્થળોની મુલાકાત લેવાનું જ પસંદ કરતા નથી પણ ત્યાંના ફૂડનો ટેસ્ટ (Food Taste) કરવાનું પણ પસંદ કરે છે. આ લોકો સ્ટ્રીટ ફૂડથી (Street Food) માંડીને તમામ નાની-મોટી રેસ્ટોરાં અને ફાઈવ સ્ટાર હોટેલોમાં (Five Star Hotel) ખાવાનો પ્રયત્ન કરવાનું ચૂકતા નથી.
આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગની ફાઇવ સ્ટાર હોટલોમાં કોઈ પણ ખાવાપીવાની ચીજવસ્તુની કિંમત જરૂરિયાત કરતા વધુ મોંઘી હોય છે. ઘણી વખત લોકો તેમનું મેનુ અને કિંમત જોયા બાદ જ ટેબલ પરથી ઉભા થઇ જાય છે. આવું જ કંઇક લંડનની એક મહિલા સાથે થયું જેણે સોશિયલ મીડિયા પર તેની સાથે આ છેતરપિંડી વિશે જણાવ્યું છે.
આપણે બધા જાણીએ છીએ કે મોટી હોટલો અને રેસ્ટોરાંમાં ખાવા-પીવાના ભાવ આસમાને છે, પરંતુ આ મહિલાને ત્રણ હજાર રૂપિયામાં મળેલ ખોરાક જોઈને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. લંડનમાં રહેતી એક મહિલાએ પોતાની છેતરપિંડીની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ જાણીને તમે પણ વિશ્વાસ નહીં કરી શકો.
વાસ્તવમાં, રવિના નામની આ મહિલા લંડનની 5 સ્ટાર હોટલ ‘ધ શાર્ડ’ માં તેના બોયફ્રેન્ડ સાથે ડેટ પર ગઈ હતી. જ્યારે બંનેએ ખોરાકનો ઓર્ડર આપ્યો, ત્યારે પ્લેટની સામે શું પીરસવામાં આવ્યું તે જોઈને તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
guys look at my £30 meal i got at the shard 😍😍😍 pic.twitter.com/1vj82vG2QE
— R (@raveen__x) August 25, 2021
કપલે ત્યાં પોતાના માટે ભોજન મંગાવ્યું હતું, જેમાં ચિકનનો એક નાનો ટુકડો, એક બટેટા અને થોડી બ્રાઉન ચટણી પીરસવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટામાં નજીવા ખોરાકના 30 યુરો એટલે કે લગભગ 3 હજાર રૂપિયા છે. થાળીમાં ભોજન જોઈને ગુસ્સે થયેલી મહિલાએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને તેના ટ્વિટર એકાઉન્ટ પર તેના વિશે જણાવ્યું હતું.
રવિનાએ ટિપ્પણીઓની વચ્ચે એમ પણ કહ્યું કે તેને થોડી ફ્રાઈસ માટે અલગથી 5 યુરો ચૂકવવા પડશે. રવીનાની થાળીમાં 3000 રૂપિયામાં પીરસવામાં આવતા ખોરાકનો જથ્થો જોઈને લોકો પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.
લોકો આ પોસ્ટને શેર કરી રહ્યા છે એટલું જ નહીં તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ અને રીએકશન પણ આપી રહ્યા છે. ઘણા લોકોએ તેની સાથે સમાન છેતરપિંડીની વાત પણ શેર કરી હતી. મોટા ભાગના લોકોનું કહેવું છે કે મોટી હોટલો અને રેસ્ટોરાં આ રીતે લોકોને લૂંટે છે.