હવામાં ઉડીને Food Delivery Boy પહોંચ્યો ડિલીવરી કરવા, નવી ટેકનોલોજી જોઈ દુનિયા રહી ગઈ દંગ

હાલમાં સાઉદી અરેબિયાનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હવામાં ઉડીને ફૂડ ડિલીવરી આપતા જોવા મળી રહ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

હવામાં ઉડીને Food Delivery Boy પહોંચ્યો ડિલીવરી કરવા, નવી ટેકનોલોજી જોઈ દુનિયા રહી ગઈ દંગ
Food flight delivery by man flying in air
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 06, 2022 | 11:52 PM

Saudi Arabia Food Delivery Video : આધુનિક યુગમાં ટેકનોલોજીને કારણે માનવજીવન વધુ સરળ અને સુવિધાયુકત બની છે. તેના કારણે લોકોનો સમય પણ બચી રહ્યો છે. ઓનલાઈન ફૂડ ડિલીવરી સિસ્ટમને કારણે પણ લોકોનો ઘણો સમય બચે છે. આ જ ઓનલાઈન ફૂડ ડિલીવરી સિસ્ટમમાં હવે ટેકનોલોજીને કારણે ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. હાલમાં સાઉદી અરેબિયાનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હવામાં ઉડીને ફૂડ ડિલીવરી આપતા જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાઉદી અરેબિયામાં એક ડિલીવરી એજન્ટ ખાસ જેકેટ પહેરીને હવામાં ઉડી રહ્યો છે. તેણે હેલમેટ અને બીજા સુરક્ષા ઉપકરણ પણ પહેર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે એજન્ટ એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગના એક ઘરમાં પહોંચે છે. તેના હાથમાં ફૂડ ડિલીવરીનો સામાન પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો દંગ રહી ગયા હતા. લોકો આ મોંઘી ટેકનોલોજીની પ્રસંશા પણ કરી રહ્યા છે. ભવિષ્યમાં આ રીતે ઉડીને અને ડ્રોનથી ફૂડ ડિલીવરી થશે એવી આશા આખી દુનિયા છે, તે દિશામાં આ પહેલુ પગલુ છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Daily Loud  દ્વારા શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, આ વીડિયોમાં આપણી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યની ઝલક જોવા મળી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, હવે વિમાન અને પક્ષીઓની જેમ માણસો પણ હવામાં ઉડતા જોવા મળશે.