Viral Video: આકાશમાં બની અદ્દભુત ખગોળીય ઘટના, અમિતાભ બચ્ચને પણ શેયર કર્યો Video

Five planets will be aligned in one line : થોડા દિવસ પહેલા ચંદ્ર અને શુક્ર નજીક દેખાતા આકાશમાં સુંદર નજારો જોવા મળ્યો હતો. આજે 28 માર્ચના રોજ આકાશમાં આવી જ એક અદ્દભુત ઘટના જોવા મળી છે. ચાલો જોઈએ આ ખગોળીય ઘટના વાયરલ વીડિયો.

Viral Video: આકાશમાં બની અદ્દભુત ખગોળીય ઘટના, અમિતાભ બચ્ચને પણ શેયર કર્યો Video
Five planets align
| Edited By: | Updated on: Mar 28, 2023 | 11:04 PM

ગુજરાત સહિત દુનિયાભરના લોકોએ આજે આકાશમાં અદ્દભુત ખગોળીય ઘટના બની હતી. આકાશમાં આજે 5 ગ્રહોની પરેડ જોવા મળી હતી. આજે અવકાશના 5 ગ્રહો પોત પોતાની કક્ષામાં પરિભ્રમણ કરતા કરતા એક લાઈનમાં આવ્યા હતા. જણાવી દઈએ કે આજે બુધ, ગુરુ, શુક્ર, યુરેનસ અને મંગળ આ પાંચ ગ્રહો ચંદ્ર પાસે એક લાઈનમાં જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. અમિતાભ બચ્ચને પણ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.

આ ઘટના પહેલા દુનિયાભરના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે આ ઘટના જોઈ શકાઈ હતી. નરી આંખે જોતા ચંદ્ર પાસે એક ચમકતો તારો જોવા મળ્યો હતો. પણ ટેલિસ્કોપ કે મોબાઈ કેમેરાથી જોતા ગ્રહોની પરેડ સ્પષ્ટ રુપે જોવા મળી હતી. જણાવી દઈએ કે હવે 17 વર્ષ બાદ 2040માં આવી ઘટના જોવા મળશે.

આકાશમાં જોવા મળી અદ્દભુત ખગોળીય ઘટના

 

 


આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, નરી આંખે તો આ ઘટના દેખાઈ જ નહીં. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ . અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે આવી ઘટના 2024માં બનશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…