Funny Video : પિતાએ રડતા બાળકને ચૂપ કરવા અપનાવી ગજબની તરકીબ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !

જ્યારે નાના બાળકો (Kids)રડવાનું શરૂ કરે છે, ત્યારે ક્યારેક તેમને ચૂપ કરાવવું મુશ્કેલ બની જતુ હોય છે, પરંતુ આ પિતાએ તેમના બાળકને ચૂપ કરવા માટે જે યુક્તિ અપનાવી તે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો.

Funny Video : પિતાએ રડતા બાળકને ચૂપ કરવા અપનાવી ગજબની તરકીબ, વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો !
fathers special trick to calm his crying son trending on social media
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:38 AM

Funny Video :  કહેવાય છે કે બાળકો ઘણી ખુશીઓ લાવે છે, પરંતુ તેમની સાથે ટેન્શન (Tension)પણ આવે છે. કદાચ એટલે જ વડીલો કહે છે કે બાળકોને ઉછેરવું એ રમત વાત નથી. આજકાલ મોટાભાગના માતા -પિતા પોતાના બાળકોને શાંત અને વ્યસ્ત રાખવા માટે સ્માર્ટફોન અથવા ટીવીનો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક પિતા તેના બાળકને ચૂપ કરવા જે યુક્તિ કરે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Viral Video)થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયો જોઈને આંખમાં આંસુ પણ આવી જાય છે, ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં પિતા તેના બાળકને ચૂપ કરવા માટે એવી યૂક્તિ કરે છે જે જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક મોટેથી રડે છે અને તેના પિતા હાથમાં કેમેરો (Camera) લઈને વીડિયો બનાવવામાં વ્યસ્ત છે. થોડા સમય પછી પણ, જ્યારે બાળક ચૂપ થતુ નથી, ત્યારે તેના પિતા પણ મોટેથી રડવા લાગે છે. પિતાને આમ રડતા જોઈને બાળક ચૂપ થઈ જાય છે અને તેના પિતાને ધ્યાનથી જોવા લાગે છે.

જુઓ વીડિયો

આ રમુજી વિડીયો hepgul5 નામના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો બાળકને ચૂપ કરવાના પિતાના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: #INDvENG : કોહલી, રહાણે, પુજારા સહિતના ક્રિકેટરો સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ, યુઝર્સ કહ્યુ “આ NPA છે”

આ પણ વાંચો: ટ્રેક પર ચઢી આવેલા હાથીનો જીવ બચાવવા ચાલકે લગાવી ઈમરજન્સી બ્રેક, પછી જુઓ શું થયુ આ Viral Videoમાં

Published On - 11:33 am, Fri, 27 August 21