Video : બકરીએ પોતાનો જીવ દાવ પર મુકીને મરઘીનો બચાવ્યો જીવ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “‘યે હૈ એકતા’

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર wholesome_planet નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 47 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Video : બકરીએ પોતાનો જીવ દાવ પર મુકીને મરઘીનો બચાવ્યો જીવ, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ યે હૈ એકતા
Farm animals work together to save a hen
| Edited By: | Updated on: Jan 27, 2022 | 11:43 AM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો (Animals Video) વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ પણ ચોંકી જાય છે. સામાન્ય રીતે એકતા માત્ર માણસોમાં જ નહીં પણ પ્રાણીઓમાં પણ જોવા મળે છે. ઘણીવાર તમે જોશો કે સિંહ કે વાઘ જેવા ખતરનાક હિંસક પ્રાણીઓ જંગલમાં (Forest)  અન્ય પ્રાણીઓના ટોળા પર હુમલો કરે છે, ત્યારે બધા પ્રાણીઓ ડરીને ભાગવા લાગે છે.

પરંતુ જો આવી સ્થિતિમાં પ્રાણીઓ વચ્ચે એકતા હોય તો તેઓ આવા ખતરનાક પ્રાણીઓને પણ મ્હાત આપે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળે છે.

બકરીએ આ રીતે બચાવ્યો જીવ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, ફાર્મિંગ સાઇટ પર એક બાજ મરઘીનો (Hen) શિકાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખેતરમાં અન્ય પ્રાણી તેની મદદ માટે દોડી જાય છે અને તેનો જીવ બચાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવુ બાજ ખેતરની અંદરમરઘીને પકડવાની કોશિશ કરે છે કે અન્ય પ્રાણીઓ મદદ માટે દોડી આવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર wholesome_planet નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 47 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 મિલિયનથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે

આ પણ વાંચો : હવે Maggiના પરાઠા બનાવ્યા, આ અત્યાચાર જોઈ યુઝર્સે કહ્યું ‘આ અક્ષમ્ય ગુનો છે’