
Social Media Viral Video: છોકરીઓ માટે મેકઅપ એટલો જ જરૂરી છે જેટલો ખોરાક અને પાણી જીવવા માટે જરૂરી છે. છોકરીઓ ગમે ત્યાં જાય, તેમને મેકઅપ વગર જવાનું પસંદ નથી, પરંતુ ક્યારેક જો તેઓ વધુ પડતો મેકઅપ કરે છે, તો લોકો તેમને ઓળખી પણ શકતા નથી.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક છોકરી એરપોર્ટ પર એટલો બધો મેકઅપ પહેરીને ગઈ હતી કે તેનો ચહેરો તેના પાસપોર્ટ સાથે મેળ ખાતો ન હતો. જેના કારણે તેને એરપોર્ટ પર મેકઅપ ઉતારવાની ફરજ પડી હતી.
આ ઘટના ચીનના શાંઘાઈ પુડોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બની હોવાનું કહેવાય છે. વીડિયોમાં છોકરી એરપોર્ટ પર સુરક્ષા તપાસ માટે પોતાના વારાની રાહ જોતી દેખાય છે. જ્યારે તે ફેસ રેકગ્નિશન મશીન પાસે પહોંચે છે, ત્યારે તેના ચહેરા પર મેકઅપનો ભારે પડ હોવાથી તે તેના પાસપોર્ટ પરના ફોટા સાથે મેળ ખાતો નથી. જેના કારણે મશીન તેને ઓળખી શકતું નથી.
આ સમય દરમિયાન એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓએ છોકરીને તેનો મેકઅપ કાઢવા વિનંતી કરી. જેથી તેઓ તેની ઓળખની પુષ્ટિ કરી શકે. વીડિયોમાં છોકરી વાઇપથી મેકઅપ કાઢતી દેખાય છે.
જ્યારે છોકરી પોતાનો મેકઅપ ઉતારે છે, ત્યારે હાજર બધા લોકો ખડખડાટ હસે છે. તેનો સાચો ચહેરો જોઈને બધા હસવા લાગે છે. જેનાથી છોકરી ગુસ્સે થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો કેટલીક રમુજી કોમેન્ટ્સ પોસ્ટ કરી રહ્યા છે.
લોકોએ કહ્યું કે, મેકઅપ મશીનને પણ ગોથે ચડાવે છે. કેટલાક લોકોએ પૂછ્યું કે, એરપોર્ટ પર તેને આટલો બધો મેકઅપ કેમ કરવાની જરૂર હતી. આવા રમુજી વીડિયો સામે આવી રહ્યા છે અને તેને વધારે શેર કરવામાં આવી રહ્યો છે.
A woman told to wipe Makeup at Airport after face doesn’t match with Passport..WTF pic.twitter.com/2ezjsXiVBA
— Ersin (@Ersin0X) November 6, 2025