Animal Video: સ્કૂટીને જોઈને હાથીએ કર્યું કંઈક આવું, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ‘ગજરાજને રમકડું પસંદ ન આવ્યું’

પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી હાથી છે. તેનું વજન 2500-3000 કિગ્રા છે. પ્રાણી પોતાના વજનની મદદથી જંગલના મોટા વૃક્ષોને ઉખેડીને ફેંકી દે છે. હવે સામે આવેલો આ વીડિયો જ જુઓ, જ્યાં એક હાથીએ (Elephant Video) સ્કૂટી ઉપાડી તેને પછાડી હતી.

Animal Video: સ્કૂટીને જોઈને હાથીએ કર્યું કંઈક આવું, વીડિયો જોઈને લોકોએ કહ્યું- ગજરાજને રમકડું પસંદ ન આવ્યું
elephant Viral Video
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:34 AM

જંગલમાં રહેતા જંગલી પ્રાણીનો મિજાજ (Wildlife Video) અલગ હોય છે. ખાસ કરીને હાથી જેને જંગલનું સૌથી શાંત પ્રાણી કહેવામાં આવે છે, પરંતુ જો તેને ગુસ્સો આવે તો તે કોઈના રોકવાથી રોકાતો નથી. આ જ કારણ છે કે જંગલનો રાજા સિંહ (Lion) પણ તેની સાથે ગડબડ કરતાં પહેલા સો વખત વિચારે છે. જો તેમનો મૂડ સારો હોય તો જંગલમાં બધું સારું હોય છે, પરંતુ જો તેમનો મૂડમાં થોડી પણ ખલેલ પહોંચે તો સૌથી મોટા વૃક્ષને પણ નીચે લાવવામાં થોડીક સેકન્ડ લાગે છે. આ દિવસોમાં પણ ગજરાજનો એક એવો જ વીડિયો લોકોમાં ચર્ચામાં છે, જેમાં એક હાથી તેની સૂંઢ વડે સ્કૂટી ઉપાડીને ફેંકતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ રહેણાંક વિસ્તારનો હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં એક સ્કૂટી રોડની બાજુમાં ઉભી છે અને એક હાથી મસ્ત રીતે ચાલતો આવે છે અને તે ત્યાં રાખેલી સ્કૂટીને રમકડાંની જેમ ઉપાડે છે અને બાજુ પર ફેંકી દે છે. જો કે સ્કૂટી ઉપાડવીએ સરળ નથી પરંતુ ગજરાજ માટે આવું કરવું બિલકુલ મુશ્કેલ નથી.

અહીં વીડિયો જુઓ…

આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘નવું રમકડું મેળવવાની ખુશી.’ સમાચાર લખ્યા ત્યાં સુધી તેને 26 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે જ લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે હાથીને સ્કૂટી ચલાવવી હતી પરંતુ જો તે ન ચલાવી શક્યો તો તેણે તેને ઉપાડીને ફેંકી દીધી. ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.