Funny Animal Video : હાથીનો મસ્તીભર્યો અંદાજ જોઈને તમને પણ લાગશે કે આ હાથીને માછલી બનવાનું મન થઈ રહ્યુ છે !

|

Aug 26, 2021 | 11:39 AM

તાજેતરમાં હાથીની મસ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે.

Funny Animal Video : હાથીનો મસ્તીભર્યો અંદાજ જોઈને તમને પણ લાગશે કે આ હાથીને માછલી બનવાનું  મન થઈ રહ્યુ છે !
elephant having a fun in water pool

Follow us on

Funny Animal Video : ઈન્ટરનેટ પર પ્રાણીઓના ઘણા વિડીયો વાયરલ (Viral Video) થતા હોય છે, પરંતુ તેમાં હાથીના મસ્તી ભર્યા વિડીયો લોકોને સૌથી વધુ પસંદ આવતા હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક હાથીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાથીની મસ્તી લોકોને ખુબ પસંદ આવી રહી છે. તેથી જ આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ રમુજી વીડિયોમાં (Funny Video) એક હાથી મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓરેગોન ઝૂ (Oregon Zoo)દ્વારા ટ્વિટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ થઈ રહેલો વિડીયો એટલો રમુજી છે કે તેને જોતા તમારો દિવસ પણ બની જશે. વિડીયોમાં જે દરેકનું ધ્યાન ખેંચે છે તે છે હાથીનો મસ્તીભર્યો અંદાજ.

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો

જુઓ વીડિયો

જન્મદિવસ નિમિતે ખાસ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ આ હાથીનું નામ સમુદ્ર છે અને તેના 13મા જન્મદિવસ નિમિતે ખાસ આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, સમુદ્ર નામનો હાથી ક્યારેક તે પાણી પર મસ્તી કરતો અને ક્યારેક ડાઇવિંગ કરતો જોવા મળે છે. વીડિયોમાં (Video) બતાવવામાં આવ્યું છે કે, આ હાથીને પાણી સાથે એટલો પ્રેમ છે કે તે તેના માટે કંઈ પણ કરી શકે છે. સમુદ્ર નામના હાથીને જોઈને એવું લાગે છે કે, તેને હાથીમાંથી માછલી બનાવવાનું મન થઈ રહ્યુ છે.

હાથીનો મસ્તીભર્યો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં કેટલાક યુઝર્સ સમુદ્રને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે, વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં (Caption) લખ્યું છે કે, સમુદ્ર આજે 13 વર્ષનો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, ટ્વિટર પર લગભગ 26 હજાર લોકોએ આ વીડિયો જોયો છે અને 2700 થી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે.

 

આ પણ વાંચો: Viral Video : પોલીસકર્મીનો અનોખો અંદાજ ! બાઈકર્સ સાથે રસ્તા પર ક્રિકેટ રમતા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Viral Video: બૉલીવુડ ગીત પર બૌધ્ધ ભિક્ષુઓએ કર્યો જબરદસ્ત ડાંસ, વીડિયો જોઇ તમે પણ ચોંકી ઉઠશો

Next Article