દાદાએ મગરની હાલત કરી ખરાબ! ‘ફ્રાય પેન’થી મગરની કરી દીધી પીટાઈ, જુઓ Video

બહાદુરીની આવી ઘણી વાતો તમે સાંભળી હશે અને જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને મગર જેવા ખતરનાક પ્રાણી સાથે લડતા જોયા છે? જો નહીં, તો આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જોઈને તમે હસવાનું રોકી નહીં શકો.

દાદાએ મગરની હાલત કરી ખરાબ! ફ્રાય પેનથી મગરની કરી દીધી પીટાઈ, જુઓ Video
Crocodile Viral Video
| Edited By: | Updated on: Jun 06, 2023 | 8:44 AM

દુનિયામાં કેટલાક લોકો એટલા બહાદુર હોય છે કે જ્યારે ભયાનક પ્રાણીઓનો મુકાબલો કરવાની પરિસ્થિતિ આવે છે ત્યારે તેઓ પૂરી હિંમત સાથે તેમને પાઠ ભણાવે છે. બહાદુરીની આવી ઘણી વાતો તમે સાંભળી હશે અને જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને મગર જેવા ખતરનાક પ્રાણી સાથે લડતા જોયા છે? જો નહીં, તો આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જોઈને તમે હસવાનું રોકી નહીં શકો.

આ પણ વાંચો: Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં CBIએ શરૂ કરી તપાસ, અધિકારીઓની ટીમે સ્થળની લીધી મુલાકાત

આ દિવસોમાં ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને બધા હસી રહ્યા છે. વિકરાળ પ્રાણીઓ માણસો પર હુમલો કરતા હોય તે વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આજે તમે જે જોશો, તમે તેના પર બિલકુલ વિશ્વાસ કરી શકશો નહીં. ટ્વિટર પર વાયરલ થયેલા વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિએ મગરને એક પેનથી ભગાડી દીધો છે. વાસ્તવમાં એક વૃદ્ધ માણસને તેના બગીચામાં એક મગર ફરતો જોવા મળ્યો. પછી તેને ભગાડવા માટે તેણે એવી યુક્તિ અપનાવી, જેના પછી મગરને તેની બાકીની ઈજ્જત બચાવીને ભાગવું પડ્યું.

‘ફ્રાય પેન’થી ભણાવ્યો પાઠ

મગરને જોતા જ વ્યક્તિએ તેને ભગાડવા માટે ‘ફ્રાય પેન’નો સહારો લીધો. પહેલા તે સીડી પરથી નીચે આવે છે. જ્યારે મગરને તે વ્યક્તિને તેની નજીક આવતો જોયો તો તેણે પણ આગળ વધીને તેનું મોં ખોલી ડરાવવાનો પ્રયત્ન કર્યો પછી શું હતું, પેલા માણસે ફ્રાઈંગ પેન ઉપાડીને મગરના માથા પર માર્યું, તે પણ સતત બે વાર. ફ્રાય પેન પડતાની સાથે જ મગર ત્યાંથી ભાગી ગયો.

આ વીડિયોને 4 લાખથી વધુ લોકોએ જોયો છે

આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યું, ‘કાશ આ વ્યક્તિ મારો પાડોશી હોત’. અન્ય યુઝરે લખ્યું, ‘પેનની શક્તિ’. આ વૃદ્ધે જે કર્યું તે ભાગ્યે જ કોઈ નિર્ભયતાથી કરી શકે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો