Eknath Shinde : એકનાથ શિંદેનું નામ પાકિસ્તાન, સાઉદી અરેબિયા સહિત વિશ્વભરમાં ફેમસ થયું, ગુગલના સર્ચ ટ્રેન્ડમાં સુપર હિટ બળવાખોર !

|

Jun 24, 2022 | 3:00 PM

દુનિયાભરના 33 દેશોમાં છેલ્લા 3 દિવસમાં 5 નેતાઓ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. દુનિયાના આ 5 નેતાઓમાં એકનાથ શિંદે (Eknath Shinde)નું નામ સામેલ છે

Eknath Shinde : એકનાથ શિંદેનું નામ પાકિસ્તાન, સાઉદી અરેબિયા સહિત વિશ્વભરમાં ફેમસ થયું, ગુગલના સર્ચ ટ્રેન્ડમાં  સુપર હિટ બળવાખોર !
એકનાથ શિંદેનું નામ પાકિસ્તાન, સાઉદી અરેબિયા સહિત વિશ્વભરમાં ફેમસ થયું, ગુગલના સર્ચ ટ્રેન્ડમાં સુપર હિટ બળવાખોર !
Image Credit source: FILE PHOTO

Follow us on

Eknath Shinde: મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ વચ્ચે (Maharashtra Political Crisis) એક શાનદાર સમાચાર સામે આવ્યા છે, દુનિયાભરમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય નેતા એકનાથ શિંદેનું નામ સર્ચ કરવામાં આવી રહ્યું છે, પાકિસ્તાનમાં લોકો એકનાથ શિંદે (Eknath Shinde) વિશે જાણવામાં રસ દાખવી રહ્યા છે. પાકિસ્તાન સહિત સઉદી અરબ, થાઈલેન્ડ, કેનેડા, નેપાલ, મલેશિયા, બાંગ્લાદેશ અને જાપાન જેવા દેશોમાં એકનાથ શિંદે વિશે જાણવામાં લોકોની ખુબ ઉત્સુક્તા છે. છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાનમાં લોકો એકનાથ શિંદે વિશે ગુગલમાં સર્ચ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં 50 ટકા લોકો એકનાથ શિંદે વિશે ગુગલમાં સર્ચ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે

ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસના નામને એકનાથ શિંદે ટક્કર મારી ટોપ પર આવ્યું છે, એકનાથ શિંદે વિશે પાકિસ્તાનથી પણ સૌથી વધુ સઉદી અરબમાં ચર્ચા છે. જ્યાં 57 ટકા લોકો એકનાથ શિંદે વિશે જાણવા ઉત્સુક છે.

33 દેશોમાં 3 દિવસમાં 5 નેતાઓનું નામ સર્ચ ટ્રેડિંગમાં છે

દુનિયાભરમાં 33 દેશોમાં છેલ્લા 3 દિવસમાં 5 નેતાઓ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યુ છે. દુનિયાના આ 5 નેતાઓમાં એકનાથ શિંદેનું નામ સામેલ છે,પાકિસ્તાનમાં એકનાથ શિંદેના નામને 54 ટકા સઉદી અરબમાં 57 ટકા , મલેશિયામાં 61 ટકા , નેપાળમાં 51 ટકા, બાંગ્લાદેશમાં 42 ટકા, થાઈલેન્ડમાં 54 ટકા જાપાનમાં 59 ટકા, કેનેડામાં 55 ટકા લોકો સર્ચ કરી રહ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ભારતમાં એકનાથ શિંદે ની આખી પ્રોફાઈલ શું છે, તેની જ્ઞાતિ કઈ છે. તે એક રિક્ષાવાળો થઈને મંત્રી કઈ રીતો બન્યો , તેમણે કઈ રીતે શિવસેનાના 40 થી વધુ ધારાસભ્યોને તોડી મહારાષ્ટ્રની મહા વિકાસઅધાડીમાં ખતરો ઉભો કર્યો,લોકો આ સવાલોના જવાબ શોધી રહ્યા છે.

ભાજપે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરી?

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરે બે દિવસ પહેલા જ ભાવુકતામાં રાજીનામું આપવાના હતા. પરંતુ શરદ પવારે તેમને આમ કરતા અટકાવ્યા અને સલાહ આપી કે જો મહાવિકાસ અઘાડીની સરકાર બચાવવી હોય તો એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે ઓફર કરો. આ પછી સીએમ ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, તેઓ સીએમ પદ છોડવા માટે તૈયાર છે.

પરંતુ પહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ તેમની સામે આવીને વાત કરવી જોઈએ. શરદ પવારે મુખ્યમંત્રી પદની ઓફર માંગી હશે કારણ કે ભાજપ દ્વારા તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રમાં પણ બળવાખોર ધારાસભ્યોને બે કેબિનેટ મંત્રી પદની ઓફર કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં પાંચ કેબિનેટ મંત્રી પદની ઓફર છે.

Next Article