Eid Al-Adha 2021: ક્યારે મનાવાશે બકરી ઈદ ? જાણો શું છે આ તહેવાર પાછળનું મહત્વ અને ઇતિહાસ ?

|

Jul 20, 2021 | 3:16 PM

પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.

Eid Al-Adha 2021: ક્યારે મનાવાશે બકરી ઈદ ? જાણો શું છે આ તહેવાર પાછળનું મહત્વ અને ઇતિહાસ ?
Eid-ul-Adha 2021

Follow us on

Eid Al-Adha 2021: બકરી ઈદ (Bakri Eid 2021 ) ભારતભરમાં 21 જુલાઈએ મનાવવામાં આવશે. આ જાહેરાત થોડા અઠવાડિયા પહેલા દેશના ઇસ્લામિક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. Eid Al-Adha મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતા ઇદ-અલ-ફિત્ર (અથવા મીઠી ઇદ) પછીનો બીજો મોટો ઇસ્લામિક તહેવાર છે.

આ તહેવારને બકરા ઇદ, બકરી ઈદ, ઈદ અલ-અદા, ઈદ કુર્બાન અથવા કુર્બાન બાયરામી તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.

ચાંદ નિહાળવાના દસ દિવસ પછી બકરી ઇદની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે ઇસ્લામિક કેલેન્ડર મુજબ 12 માં મહિનાની 10 મી તારીખે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેથી, ઈદ 21 જુલાઈએ ભારતમાં ઉજવવામાં આવશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

અરાફાહ અથવા મુસ્લિમ યાત્રા (હજ) 18 જુલાઈની સાંજે શરૂ થઈ હતી અને તે જુલાઈ 19 ના રોજ સમાપ્ત થશે. જુલાઈ 20 સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કતાર (Qatar), લંડન (London) માં ઇદના દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ઉત્તર અમેરિકા (North America), ભારત (India) સામાન્ય રીતે સાઉદી અરેબિયા પછીના એક દિવસ પછી ઈદની ઉજવણી કરે છે.

આ કારણે અપાય છે બકરાની બલી
કુરાન મુજબ, એકવાર અલ્લાહે હઝરત ઇબ્રાહિમની કસોટી કરવાનું વિચાર્યું. તેણે ઇબ્રાહિમને આદેશ આપ્યો કે તે તેની સૌથી પ્રિય વસ્તુ તેની પાસે બલિદાન આપે. હઝરત ઇબ્રાહિમ તેમના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા. જે તેના માટે બલિદાન આપવું ખૂબ મુશ્કેલ હતું.

પરંતુ અલ્લાહના આદેશને અનુસરીને તેણે પુત્રના ગળા પર છરી લગાવી. આ કર્યા પછી, જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર સંપૂર્ણ રીતે સ્વસ્થ ઉભો હતો અને તેની જગ્યાએ બકરીની બલી ચડી ગઈ હતી. ત્યારથી અલ્લાહને આ રીતે બલિદાન આપવાની પ્રથા શરૂ થઈ છે.

આ પણ વાંચો: DigiLocker : અગત્યના દસ્તાવેજોની જાળવણીની ઝંઝટમાંથી મળશે છુટકારો, જાણો DigiLockerમાં PAN સ્ટોર કરવાની સરળ રીત

આ પણ વાંચો: Bhakti: આજે દેવશયની એકાદશીએ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન !

Published On - 3:03 pm, Tue, 20 July 21

Next Article