Viral Video : પ્રવાસ દરમિયાન, સ્કેચ આર્ટિસ્ટે બનાવ્યુ માતા-પુત્રીનું સુંદર સ્કેચ, વીડીયો જોઈ યુઝર્સ મંત્રમુગ્ધ થયા

|

Feb 14, 2023 | 7:08 AM

આ વીડિયો અભિજીત પંકજાક્ષી નામના વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અભિજીત પંકજાક્ષી સ્કેચ બનાવતા જોવા મળે છે.

Viral Video : પ્રવાસ દરમિયાન, સ્કેચ આર્ટિસ્ટે બનાવ્યુ માતા-પુત્રીનું સુંદર સ્કેચ, વીડીયો જોઈ યુઝર્સ મંત્રમુગ્ધ થયા
sketch of mother and daughter

Follow us on

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. જેને જોઈને યુઝર્સના દિલ દ્રવી ઉઠે છે. આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક કલાકાર ચાલતી ટ્રેનની અંદર પોતાના હાથનું અદભૂત કૌશલ્ય બતાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી માતાનું સ્કેચ બનાવતો જોવા મળે છે.

આ પણ વાંચો : Viral Video : રીંછ ખંજવાળથી છુટકારો મેળવવા માટે ઝાડ પર ચઢ્યું, વીડિયો જોઈ યુઝર્સ હસીને લોટપોટ થયા

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ વીડિયો અભિજીત પંકજાક્ષી નામના વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં અભિજીત પંકજાક્ષી સ્કેચ બનાવતા જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ બાયોમા દર્શાવ્યા મુજબ, તે એક સ્કેચ આર્ટિસ્ટ છે. તેમને જે તે સમયે, ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ઘણા વીડિયોમાં, અભિજીત પંકજાક્ષીનું સ્કેચ આર્ટ જોઈને લોકો દંગ થયા છે.

કલાકારે ટિકિટ પર બનાવ્યું સ્કેચ

હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં કલાકાર અભિજિત પંકજાક્ષી ટ્રેનમા મુસાફર કરતી એક માતાનુ સ્કેચ બનાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ટ્રેનમાં મુસાફરી કરતી એક મહિલા સીટ પર સૂતી જોવા મળે છે. આ દરમિયાન તેમની પુત્રી તેમના ખભા પર માથું રાખીને સૂતી જોવા મળે છે. આ દરમિયાન તેની સામે બેઠેલો કલાકાર તેની ટ્રેનની ટિકિટ પર તેની માતાનું સ્કેચ બનાવે છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે.

 

 

વીડિયોને 41 મિલિયન વ્યૂઝ મળ્યા

સોશિયલ મીડિયા પર આવ્યા બાદ આ વીડિયો યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 41 મિલિયનથી વધુ વ્યૂઝ અને 3 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. વીડિયો જોઈને યૂઝર્સ કલાકારના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને બેસ્ટ વીડિયો ગણાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક યુઝર્સનું કહેવું છે કે આવો સુંદર વીડિયો તેમણે પહેલા ક્યાંય જોયો નથી.

Next Article