Viral: દુલ્હા-દુલ્હનનો ‘શાવા શાવા’ ગીત પર અદ્ભુત ડાન્સ, જબરદસ્ત ડાન્સ મૂવ્સથી જીત્યા લોકોના દિલ

|

Dec 22, 2021 | 9:55 AM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બોલિવૂડ ગીત 'શાવા શાવા' પર અદ્ભુત ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે.

Viral: દુલ્હા-દુલ્હનનો શાવા શાવા ગીત પર અદ્ભુત ડાન્સ, જબરદસ્ત ડાન્સ મૂવ્સથી જીત્યા લોકોના દિલ
Dulha Dulhan Dance on Shava Shava Song

Follow us on

લગ્ન સાથે જોડાયેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે. ખાસ કરીને દુલ્હા અને દુલ્હન સંબંધિત વીડિયો કન્ટેન્ટ યુઝર્સ ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. ક્યારેક દુલ્હા-દુલ્હનની સુંદર પળો વાયરલ થઈ જાય છે, તો ક્યારેક સિઝલિંગ ડાન્સ વીડિયો (Dance Viral Videos) ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.

લગ્નનો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હન (Dulha Dulhan Dance) સ્ટેજ પર બોલિવૂડ ગીત ‘શાવા શાવા’ પર અદ્ભુત ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો તમારો દિવસ બનાવવા માટે પૂરતો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ મૂવ્સ બતાવી રહ્યાં છે. આ દરમિયાન બંને વચ્ચેની કેમેસ્ટ્રી જોવા જેવી છે. ગુલાબી લહેંગામાં દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે વરરાજા પણ શૂટમાં ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે. સ્ટેજ પર બંને ફિલ્મ ‘કભી ખુશી, કભી ગમ’ના સુપરહિટ ગીત ‘શાવા શાવા’ પર ડાન્સ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કપલના આ ડાન્સ પરફોર્મન્સે સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવી દીધી છે.

આ વીડિયો જોયા પછી ચોક્કસ તમે પણ આ દુલ્હા-દુલ્હનના વખાણ કરતાં થાકશો નહીં. વીડિયોમાં બંને એકબીજાને હસતા જોઈને જે રીતે ડાન્સ કરી રહ્યાં છે, તે તમને ખરેખર ક્યૂટ (Cute Viral Videos)લાગશે. દુલ્હા-દુલ્હનનો આ ખૂબ જ ક્યૂટ વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર vaivahik નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.

યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘આ કપલની કેમિસ્ટ્રી જ બધું છે.’ 8 ડિસેમ્બરે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો સતત તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘શું આ પ્રકારની કેમેસ્ટ્રી રિયલ લાઈફમાં પણ શક્ય છે?’ તો બીજી એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘ખૂબ સુંદર.’ આ સિવાય કેટલાક યુઝર્સે આ વીડિયોને એટલો લાઈક કર્યો છે કે તેઓએ તેને આખો અપલોડ કરવાનું કહ્યું છે. મોટાભાગના યુઝર્સ ઇમોટિકોન દ્વારા તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકંદરે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: Crime: ઈન્સ્ટાગ્રામ પર બ્લેકમેલ કરનારને યુવતીઓએ આપી હૃદય હચમચાવી નાખે તેવી સજા, પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ

આ પણ વાંચો: ઠંડી લાગવા પર આપણું શરીર ધ્રુજવા કેમ લાગે છે? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

Next Article