સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા ફોટા અને વીડિયો સામે આવે છે, જેને જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને આપણે વિચારમાં પડી જઈએ છીએ કે શું ખરેખર આવું બન્યું છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બતક એકલી સાંઢના ટોળા (Duck fights with bulls)નો પરસેવો છોડાવતુ જોવા મળે છે. આ વીડિયો દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે જણાવ્યું છે કે પ્રેરણા કેવી હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ વીડિયો લગભગ 7 લાખ વખત જોવામાં આવ્યો છે. ટ્વિટર (Twitter)વપરાશકર્તાઓ આ અંગે સતત તેમના પ્રતિભાવો નોંધી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બતક એકલી સાંઢના ઝૂંડ સાથે લડે છે. સાંઢ અને ગાયોએ બતકને ચારે બાજુથી ઘેરી લીધું છે અને તેમાંથી એક કે બે, બતકને મારવાનો પ્રયાસ પણ કરે છે. પણ આ બતકની હિંમતને બિરદાવવી પડે. સાંઢ કરતાં અનેક ગણું નાનું હોવા છતાં બતક ટસથી મસ નથી થતું અને ત્યાં જ રહે છે. આ પછી, તેણી તેની ચાંચ વડે સાંઢ પર હુમલો કરે છે. આ જોઈને સાંઢ ખૂબ જ પરેશાન થઈ જાય છે અને બતકની સામે આવતાં ડરવા લાગે છે. બતકનો ઉત્સાહ જોઈને તમે ચોક્કસ ચોંકી જશો. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.
‘How’s the Josh, bird?’ ‘High sir, Ultra high’. That bird’s chutzpah is my #MondayMotivation (courtesy @ErikSolheim ) pic.twitter.com/lVDRXpDZbp
— anand mahindra (@anandmahindra) February 21, 2022
જો કે દરેક ક્ષેત્રના વ્યક્તિત્વ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, પરંતુ કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ છે જે તેમના ફોલોઅર્સમાં તેમની રસપ્રદ અને રચનાત્મક પોસ્ટ માટે જાણીતા છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેમાંના એક છે. વિકી કૌશલ અભિનીત ફિલ્મ ઉરીના ફેમસ ડાયલોગ સાથેનો વીડિયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું, ‘હાઉ ઈઝ ધ જોશ, પક્ષી?, હાઈ સર, અલ્ટ્રા હાઈ.’ આ સાથે તેમણે લખ્યું છે કે આ પક્ષીનો ઉત્સાહ તેની પ્રેરણા છે.
આપને જણાવી દઈએ કે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારે પણ તેઓ કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે તે વાયરલ થઈ જાય છે. તેમના ફોલોઅર્સ પણ રમુજી રીતે તેમની પ્રતિક્રિયાઓ નોંધાવે છે. આ જ કારણ છે કે લોકો બિઝનેસમેન મહિન્દ્રાની દરેક પોસ્ટને પસંદ કરે છે.
આ પણ વાંચો: Tech Tips: Facebook અને Twitter પર AutoPlay થતા વીડિઓ પર લગાવો Stop,અપનાવો આ સરળ રીત
આ પણ વાંચો: Tech Tips: ભૂલી ગયા છો WhatsApp પેમેન્ટ UPI PIN? રીસેટ કરવા માટે અપનાવો આ પ્રોસેસ