Funny Video: બિલાડીને ચાંચ મારવાનું બતકને પડ્યું ભારે, જૂઓ પછી શું થયું

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે આપણે કોઈ મતલબ વગર કોઈ સાથે જોખમ લેવું જોઈએ નહીં. કારણ કે ઘણી વખત તે આપને જ ભારે પડી જાય છે. અત્યારે કંઈક આવું જ સામે આવ્યું છે.

Funny Video: બિલાડીને ચાંચ મારવાનું બતકને પડ્યું ભારે, જૂઓ પછી શું થયું
duck and cat funny video goes viral on social media
| Edited By: | Updated on: Mar 29, 2022 | 10:07 AM

ઈન્ટરનેટની (Internet) દૂનિયામાં પ્રાણીઓને લગતા ફોટો અને વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એ કહેવું ખોટું નથી કે સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા ફોટો અને વીડિયો (Animal Video) વધારે જોવા આવે છે. ઘણી વાર આ વીડિયો પક્ષી- પ્રાણીઓના હોય છે. તેનું અનોખું કાર્ય આપણને હેરાન કરી દે છે. આવા વીડિયો જોઈને આપણે ચોંકી જાય છીએ કે આ કેવી રીતે થયું. આ વખતે પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક બતક બિલાડી સાથે જોખમ લેવાની કોશિશ કરે છે. પરંતુ બિલાડીએ તેને પાઠ ભણાવ્યો. તે જોઈને તમને ચોક્કસ આશ્ચર્ય થશે.

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે આપણે કોઈ મતલબ વગર કોઈ સાથે જોખમ લેવું જોઈએ નહીં. કારણ કે ઘણી વખત તે આપને જ ભારે પડી જાય છે. હમણા જ આવો એક વીડિયો સામે આવ્યો છે. બતક બિલાડીને ચાંચ મારવાની ભૂલ કરે છે, બસ બંને વચ્ચે જોરદાર લડાઈ ચાલુ થઈ જાય છે અને બિલાડી જોરદાર પંચ મારીને વિરોધને ઠંડો પાડી દે છે.

અહીંયા જૂઓ રમૂજી વીડિયો….

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી આરામથી બેઠી છે અને આ જ વખતે બતક આવે છે અને તે એક બિલાડી પર હુમલો કરી બેસે છે. શરૂઆતમાં તો બિલાડી તેનો વિરોધ જ કરે છે, પરંતુ વારંવાર થઈ રહેલા હુમલાથી ગુસ્સે થઈ જાય છે. અને એક જ સેકન્ડમાં ઘણા બધા પંચ બતકને મારી દે છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામના twill_theintrovert નામના એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે. આ ન્યૂઝ લખાય ત્યા સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો વ્યૂઝની સાથે હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, વગર મતલબે જોખમ લેવા વાળાની સાથે આવું જ થાય છે. તે જ રીતે બીજા એક યુઝરે લખ્યું છે કે, વીડિયો જોયા પછી હસવાનું કંટ્રોલ થતું નથી. આ ઉપરાંત ઘણા લોકો એ કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Weird Food : ગુલાબ જાંબુ સાથે વિક્રેતાએ કર્યો એવો અત્યાચાર કે લોકો વીડિયો જોઈને કહ્યું-લોહી ઉકળી રહ્યું છે

આ પણ વાંચો: Viral: બિલાડીને યુવકની ફોટો પાડવાની સ્ટાઈલ ન આવી પસંદ, કર્યું કંઈક આવું, જુઓ Funny Video