જંગલી ફળ ખાઈને ગોળ-ગોળ ઘૂમવા લાગ્યુ હરણ, પોલીસે જારી કરવુ પડ્યુ એલર્ટ- જુઓ Video

ક્યારેય તમે હરણને અજીબોગરીબ હરકતો કરતા જોયુ છે ? તાજેતરમાં હરણનો એક વીડિયો વાયરલ થયો છે જેમા તે નશામાં દેખાઈ રહ્યુ છે. હવે સવાલ એ છે શું તેણે એવુ કોઈ ફરમેન્ટેડ ફળ ખાઈ લીધુ. જે બાદ પોલીસે રીતસરનું ડ્રાઈવરો માટે એલર્ટ જારી કર્યુ.

જંગલી ફળ ખાઈને ગોળ-ગોળ ઘૂમવા લાગ્યુ હરણ, પોલીસે જારી કરવુ પડ્યુ એલર્ટ- જુઓ Video
| Updated on: May 14, 2026 | 4:55 PM

આજકાલ એક હરણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ હરણે નશો કર્યો હોય એમ તે ગોળ ગોળ ઘૂમી રહ્યુ છે. પોલીસે રીતસરનું તેના માટે એલર્ટ જારી કરવુ પડ્યુ છે. વીડિયોમાં હરણ એક જગ્યાએ ઉભુ રહીને ગોળ ગોળ ઘૂમી રહ્યુ છે અને અજીબ પ્રકારની હરકતો કરતુ દેખાઈ રહ્યુ છે. જાણે કોઈ નશામાં ધૂત માણસ જેમ લથડિયા ખાતો હોય તેમ જ હરણ ગોળગોળ ઘૂમી રહ્યુ છે.

આ વીડિયો ફ્રાન્સના ગ્રામીણ વિસ્તારનો છે. જ્યાં જંગલાં મોટા મોટા સડેલા ફળ ખાધા બાદ હરણોમાં આ પ્રકારનો વ્યવહાર સામાન્ય છે. પોલીસે તેને આગવા અંદાજમાં ‘ફોરેસ્ટ એપેરેટિક’ એટલે કે જંગલની દારૂનું નામ આપ્યુ છે.

વીડિયોમાં શું જોયુ?

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હરણ એક જ જગ્યાએ ઉભુ છે અને વારંવાર ગોળ-ગોળ ઘૂમી રહ્યુ છે. તેનુ સંતુલન સંપૂર્ણ રીતે બગડેલુ છે અને તે ઝડપથી દોડી પણ શક્તુ નથી. માણસને જોઈને પણ તેને કોઈ ડર નથી લાગી રહ્યો. જે સામાન્ય હરણોમાં જોવા મળે છે.

પોલીસે જારી કર્યુ એલર્ટ

નશાની હાલતમાં આ હરણ જંગલથી નીકળી સીધુ સડક પર આવી જાય છે, તેનાથી ડ્રાઈવર માટે પણ ગંભીર સ્થિતિ ઉભી થાય છે. ફ્રાંસ પોલીસે ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળનરા વાહનચાલકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. વીડિયો જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. કોઈએ લખ્યુ જંગલમાં પણ ‘Happy Hours’ હોય છે. તો કોઈએ લખ્યુ “હરણ પણ વિકેન્ડ મનાવે છે.” પરંતુ વિશેષજ્ઞોનું કહેવુ છે કે આ જાનવરો માટે નુકસાનકારક છે અને માર્ગ દુર્ઘટનાઓનો પણ ભોગ બની શકે છે.

KKRને હરાવ્યા બાદ વિરાટ કોહલીએ ફિલોસોફર જેવી કરી વાતો, કહ્યુ “એક દિવસ આ બધુ સમાપ્ત થઈ જશે અને હું…..”- Video

Follow Us