
સોશિયલ મીડિયાએ દેશ અને દુનિયાના અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. તાજેતરમાં એક સિંગર સ્ટેજ પર ગાતી હતી અને અચાનક એક ડ્રોન આવીને તેના ચહેરા પર અથડાય છે. સિંગરના ચહેરા પર વાગતાની સાથે જ તેને ઈજા થઈ અને લોકો તેને બચાવવા માટે દોડવા લાગ્યા હતા. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ગત્ત 30 ઓગસ્ટના રોજ પેરુ દેશના ચિકલાયો શહેરમાં સિંગર સુજાના અલવર્ડો સ્ટેશ પર પરફોર્મન્સ આપી રહી હતી. મંચ પણ મોટો હતો અને બેન્ડની આખી ટીમ પોતાના સ્થાને હાજર હતી. સુજાના પણ માઈક લઈ પરફોર્મન્સ આપી રહી હતી પરંતુ આ દરમિયાન એક ડ્રોન આવે છે અને તે કોન્સર્ટનો રેકોર્ડ કરી રહ્યો હોય તેવું લાગતું હતુ. પરંતુ આ ડ્રોન સીધું સુજાનાના ચેહરા પર આવી જાય છે.
ચેહરા પર ડ્રોન ટકરાયા બાદ સિંગર મુશ્કેલીમાં આવી જાય છે. આ ઘટનાને જોયા બાદ તેની આજુબાજુ રહેલા લોકો તેની મદદ કરવા માટે આગળ આવી જાય છે. ત્યારબાદ બધું યોગ્ય થઈ જાય છે. અને ફરી સિંગર પોતાના સુરીલા અવાજોથી ચાહકોનું મનોરંજન કરવા લાગે છે.
Cantora é atingida por drone durante show.
O que era para ser um registro especial de um show terminou em acidente no último fim de semana, em Chiclayo, ao norte do Peru. A cantora Susana Alvarado, do grupo Corazón Serrano, foi surpreendida quando um drone, usado para filmar o… pic.twitter.com/HB3rQnJtwp
— Tumulto BR (@TumultoBR) September 4, 2025
આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાયરલ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી લખયું કેમેરા કે ડ્રોનના સેટિંગમાં ગડબડ થઈ ગઈ છે.કેટલાક લોકો સિંગરની ઈજાને લઈ પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકો ડ્રોન ઉડાવનારની લાપરવાહીનું પરિણામ કહે છે.