જુગાડના કિસ્સામાં, આપણે ભારતીયોની એક અલગ વાત છે. કામ ગમે તેટલું અઘરું હોય પણ જુગાડ કરીને તેને સરળ બનાવે છે. હાલમાં આવા જ એક વાયરલ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક ટ્રેક્ટર ડ્રાઈવરે એવું કારનામું કર્યું છે, જેને લોકો ‘ધ ગ્રેટ ઈન્ડિયન જુગાડ’ કહી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે તેઓએ આનાથી મોટો હેવી ડ્રાઈવર જોયો નથી. ચાલો જોઈએ કે શું છે વીડિયોમાં.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક ટ્રેક્ટરને ઢાળ પર ચડતા જોઈ શકો છો.
આખું ટ્રેલર શેરડીથી ભરેલું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વજન એટલો છે કે ટ્રેક્ટરનું એન્જિન હવામાં ઉંચુ થઈ ગયું છે. પરંતુ આ પછી પણ ડ્રાઈવર જોખમ લઈને બે પૈડા પર જ ટ્રેક્ટર ચલાવવાનું શરૂ કરે છે. હવે લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને અલગ-અલગ વાતો કરી રહ્યા છે.દેશના જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘આવો નજારો ફક્ત ભારતમાં જ જોઈ શકાય છે.’ 45 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખથી વખત જોવામાં આવી છે, જ્યારે લગભગ 4 હજાર લાઈક્સ સાથે, ઘણા લોકોએ તેમની પ્રતિક્રિયાઓ આપી છે.
આ પણ વાંચો : પિતરાઈ ભાઈ સાથે લગ્નની આડઅસર , પાકિસ્તાની સિરિયલનો Viral Video જોઈ યુઝર્સ હસી-હસીને લોટપોટ થયાં
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક ટ્રેક્ટરને ઢોળાવ પર ચડતા જોઈ શકો છો. આખું ટ્રેલર શેરડીથી ભરેલું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે માલ એટલો ભારે છે કે ટ્રેક્ટરનું એન્જિન હવામાં સંપૂર્ણપણે ઉંચુ થઈ ગયું છે કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે, ટ્રેક્ટરને ભારતમાં ટુ-વ્હીલર જાહેર કરવું જોઈએ.જ્યારે, અન્ય યુઝર કહે છે, ઓ ભાઈ! આ હેવી ડ્રાઈવર છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે, ભલે તે રમુજી લાગે, પરંતુ તે એટલું જ ખતરનાક પણ છે. લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અવનવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. જેને જોઈ લોકો દંગ રહી જાય છે.