Viral Video : પર્વત પર ચડતી વખતે ગધેડાનું સંતુલન ખોરવાયું, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

ગધેડુ એક એવું પ્રાણી છે કે લોકો તેની પાસેથી ઘણું કામ લે છે, પરંતુ તેમ છતાં તેને તે સન્માન આપતા નથી.ત્યારે તાજેતરમાં ગધેડાને સંબધિત એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ સમજી જશો કે ગધેડા કેટલા શક્તિશાળી હોય છે.

Viral Video : પર્વત પર ચડતી વખતે ગધેડાનું સંતુલન ખોરવાયું, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !
donkey climbing the mountain
| Edited By: | Updated on: Aug 28, 2021 | 12:53 PM

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે,જેમાં કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયોને જોઈને નવાઈ પણ થતી હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેને જોયા પછી તમને પણ આશ્ચર્ય થશે.

ઘણીવાર એવું જોવા મળે છે કે ગધેડાના (Donkey)માલિકો તેની સાથે સારુ વર્તન કરતા નથી.લોકો તેમના પર ભારે વસ્તુઓ લોડ કરતા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ કંઈક ખોટુ કરે અથવા કામ ન કરે ત્યારે મોટાભાગના લોકો તેને ગધેડા તરીકે સંબોધિત કરે છે. પરંતુ આ પ્રાણી વિશેની વાસ્તવિકતા જુદી છે. તાજેતરમાં એક ગધેડાનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોયા બાદ તમે પણ સમજી જશો કે ગધેડો ખરેખર ખૂબ જ હિંમતવાન અને શક્તિશાળી છે.

જુઓ વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઉંચી ટેકરી ઘણા પ્રાણીઓ (Animals) રખડતા જોવા મળે છે, તે જ પ્રાણીઓ વચ્ચે એક ગધેડો તેની પીઠ પર માલ લઈને જતો હોય છે. પરંતુ અચાનક તેનું બેલેન્સ ખોરવાઈ જતા તે પડી જાય છે. જ્યારે ગધેડો આ રીતે જમીન પર પડે છે ત્યારે પ્રાણીઓ આમ તેમ દોડવા લાગે છે.પરંતુ ગધેડુ ઉભુ થઈને ફરીથી ઉપર ચડવાની કોશિશ કરે છે.

આ વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો ગધેડાની હિંમતની પ્રશંશા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે,આ વીડિયો લાઇફ એન્ડ નેચર નામના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account)પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : કિટ્ટુએ નવા ફોનની ડિમાન્ડ કરી તો મમ્મીએ આપ્યો કંઈક આવો જવાબ, વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો !

આ પણ વાંચો:  Viral : લગ્નમાં દુલ્હન અને વરરાજાએ કર્યા Push-Ups, વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે !