
સોશિયલ મીડિયા (Social Media) અવનવા વીડિયોનો ખજાનો છે. તમે ડોલ્ફિન (Dolphin)તો જોઈ જ હશે. સામાન્ય રીતે લોકો સમજે છે કે ડોલ્ફિન માછલીની એક પ્રજાતિ છે, જ્યારે એવું નથી, પરંતુ ડોલ્ફિનની ગણતરી સસ્તન પ્રાણીઓમાં થાય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી જીવો માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જીવોમાં ડોલ્ફિનની યાદશક્તિ સૌથી લાંબી હોય છે. જો બે ડોલ્ફિન એકબીજાથી અલગ થઈ જાય અને 20-25 વર્ષ પછી પણ મળે, તો તેમને બધું યાદ રહે છે. તેમની બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ મનુષ્ય કરતા 10 ગણા વધુ સાંભળી શકે છે.
શું તમે જાણો છો કે ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સૂવે છે? ડોલ્ફિનના આવા ઘણા ગુણો છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આજકાલ ડોલ્ફિનનો એક ડાન્સ વીડિયો (Dance Video)સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
ખરેખર, વીડિયોમાં એક ડોલ્ફિન શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેના આ ડાન્સને જોવા માટે લોકોની ભીડ પણ ઉમટી પડી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ડોલ્ફિન તેની પૂંછડીની મદદથી ગોળ ગોળ ફરીને ડાન્સ કરી રહી છે. તે ઘણી વખત ગોળ-ગોળ ફરે છે અને પછી ધીમે ધીમે પાણીમાં જાય છે. આ સાથે જ લોકો ડોલ્ફિનના આ અનોખા ડાન્સનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા છે. જો કે આ એકમાત્ર વીડિયો નથી જેમાં ડોલ્ફિન આ રીતે ડાન્સ કરી રહી છે, પરંતુ આ પ્રાણી સાથે જોડાયેલા ઘણા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે.
ડોલ્ફિનનો આ શાનદાર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર superitemsworld નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે ‘હું વિશ્વાસ નથી કરી શકતો કે આ ખરેખર થઈ રહ્યું છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘તે ખોરાક માટે ફરજિયાતપણે ડાન્સ કરી રહી છે’.