Viral: પાણી અંદર ડોલ્ફિનએ બતાવ્યા ગજબના કરતબ, લોકો વારંવાર જોઈ રહ્યા છે વીડિયો

|

Jan 20, 2022 | 9:00 AM

કેટલીકવાર આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જે આશ્ચર્યથી ભરી દે છે. વાયરલ થઈ રહેલ ડોલ્ફિનનો આ વીડિયો પણ એવો જ છે.

Viral: પાણી અંદર ડોલ્ફિનએ બતાવ્યા ગજબના કરતબ, લોકો વારંવાર જોઈ રહ્યા છે વીડિયો
Dolphin playing underwater (Viral Video Image)

Follow us on

તમે ડોલ્ફિન (Dolphin)તો જોઈ જ હશે. તેઓ નાની વ્હેલ જેવી હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે માછલી નથી, પરંતુ સમુદ્રી પ્રાણી છે, જે સમુદ્ર અને નદીઓમાં જોવા મળે છે. તેમની વિશેષતા એ છે કે તે વાઇબ્રેટિંગ અવાજ કરે છે, જે અવાજ કોઈ વસ્તુ સાથે અથડાયા પછી તેની પાસે પાછો આવે છે, જેથી ડોલ્ફિનને ખબર પડે કે શિકાર કેટલો મોટો છે અને તે કેટલો નજીક છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે ડોલ્ફિન અવાજો અને સીટી વડે એકબીજા સાથે વાત કરી શકે છે. તે મનુષ્યો માટે બિલકુલ ખતરનાક નથી, પરંતુ તેમની સાથે સંપૂર્ણપણે ભળી જાય છે. આ જ કારણ છે કે ડોલ્ફિનને વિશ્વના સૌથી બુદ્ધિશાળી જળચર જીવો માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આજકાલ ડોલ્ફિનનો એક શાનદાર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

કેટલીકવાર આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જે આશ્ચર્યથી ભરી દે છે. વાયરલ થઈ રહેલ ડોલ્ફિનનો આ વીડિયો પણ એવો જ છે. વિડિયોમાં તમે જોઈ શકો છો કે ડોલ્ફિન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને ગુલાટી મારી મારીને વિવિધ પ્રકારના કલાબાઝી બતાવી રહી છે. તે સારી રીતે જાણે છે કે કૅમેરો ક્યાં છે, તેથી તે કૅમેરા પાસે પાછી આવે છે અને કલાબાઝી બતાવીને ચાલી જાય છે. ડોલ્ફિનને આવી કલાબાઝી દેખાડીને એવું લાગે છે કે જાણે તેને આ માટે તાલીમ આપવામાં આવી હોય.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘હેપ્પી ડોલ્ફિન’. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે મજાકમાં લખ્યું કે, ‘કોઈએ પફર ફિશ જાર ખુલ્લું છોડી દીધું છે’, જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરીને ડોલ્ફિનને ‘ક્યૂટ ક્રિચર’ ગણાવી છે.

આ પણ વાંચો: Technology News: Aadhar નો બાયોમેટ્રિક ડેટા કેવી રીતે કરવો લોક, જાણો શું છે તેની ઓનલાઈન પ્રોસેસ

આ પણ વાંચો: Viral: સ્કૂટી પર સ્ટંટ કરવા જતાં યુવતીની થઈ હાલત ખરાબ, લોકો બોલ્યા પાપાની પરીએ ભારે કરી

Next Article