Viral: કૂતરાની માલિક પ્રત્યે અતૂટ વફાદારી, માલિકની સાથે જ કૂતરાએ પણ લગાવી દીધી પાણીમાં છલાંગ

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખ 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral: કૂતરાની માલિક પ્રત્યે અતૂટ વફાદારી, માલિકની સાથે જ કૂતરાએ પણ લગાવી દીધી પાણીમાં છલાંગ
Dog Funny Video (Viral Video Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 7:31 PM

શ્વાન (Dog Funny Video)ને વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે, સાથે જ તેમને આજ્ઞાપાલન પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. તેઓ તેમના માલિકો અથવા કેરટેકર્સ જે કહે છે તે બધું સારી રીતે સમજે છે અને તેનું પાલન કરે છે. તેમની સાથે રમવાથી લઈને હરવા-ફરવા સુધી અને કોઈ પણ કામ કહેવા સુધી, કૂતરા કંઈપણ વિચાર્યા વિના તે કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. કેટલીકવાર એવા પ્રસંગો આવે છે જ્યારે કૂતરાઓ તેમના માલિકોના બચાવમાં પોતાનો જીવ પણ ગુમાવે છે. તેઓ સિંહો સાથે પણ લડી લે છે, એ જાણીવા છતાં કે તેઓ જીતી શકવાના નથી. તેઓ વફાદારીનું અદ્ભુત ઉદાહરણ પૂરૂ પાડતા હોય છે.

શ્વાનને લગતા તમામ પ્રકારના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થતા હોય છે, જેને જોવાની મજા આવે છે અને કેટલાક વીડિયો આશ્ચર્યચકિત પણ કરે છે. આવો જ એક વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દૂરથી નહાવા માટે દોડીને આવે છે અને પાણીમાં કૂદી પડે છે. આ દરમિયાન તેની પાછળ એક કૂતરો પણ છે, જે તેની સાથે પાણીમાં કૂદી પડે છે. તે એ પણ વિચારતો નથી કે વ્યક્તિ ક્યાં કૂદી રહ્યો છે, તે માત્ર આગળ પાછળ ચાલે છે અને છપાક કરી કૂદી જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખ 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘હું આ વીડિયોને પહેલીવાર જોયો ત્યારથી શોધી રહ્યો છું. મારા મનપસંદમાંનું એક’. તેવી જ રીતે અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, ‘જ્યારે હું નાનો હતો ત્યારે મને આવા કામ કરવાનું પસંદ હતું. મને એ દિવસો યાદ આવે છે.

આ પણ વાંચો: Laptop Safety Tips: લાંબા સમય સુધી સુરક્ષિત ચાલશે તમારૂ લેપટોપ, બસ કરવું પડશે આ કામ

આ પણ વાંચો: Viral: નાની બાળકીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘બાય બોર્ન ડ્રામા ક્વીન’

g clip-path="url(#clip0_868_265)">