Funny Video: સ્ટેચ્યુને આ ગલૂડિયાએ માની લીધો માણસ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે

આ દિવસોમાં ગલૂડિયાનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ગલૂડિયાની મસ્તી જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Funny Video: સ્ટેચ્યુને આ ગલૂડિયાએ માની લીધો માણસ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે
Funny video goes viral
| Edited By: | Updated on: Jan 17, 2022 | 3:56 PM

Viral Video: જે રીતે મનુષ્ય પ્રાણીઓ (Animals) સાથે રહેવાનો અને તેમની સાથે રમવાનો આનંદ માણે છે, તેવી જ રીતે પ્રાણીઓને પણ ખૂબ આનંદ મળે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક ગલૂડિયાનો ક્યુટ વીડિયો (Cute Video) સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં સ્ટેચ્યુ સાથે તે જે રીતે મસ્તી કરે છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

સ્ટેચ્યુને જોઈને ગલૂડિયાને સુઝી મસ્તી

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગલૂડિયુ જંગલમાં ઉભુ છે અને તેની સામે એક સ્ટેચ્યુ દેખાઈ રહ્યુ છે. હવે આ ગલૂડિયાને એવુ લાગે છે કે તે કોઈ માણસ છે, તેથી તે તેની સાથે રમવા માટે એક લાકડું ઉપાડે છે અને તેના પગ પાસે મૂકે છે. જ્યારે તેને લાગે છે કે સ્ટેચ્યુ લાકડુ ઉપાડી રહી નથી, ત્યારે તે ફરીથી ત્યાં જાય છે અને ફરીથી લાકડાને તેના પગ પાસે મૂકી દે છે. તે ઘણી વખત આવું કરે છે, આ ગલૂડિયાની મસ્તી જોઈને તમને પણ હસવુ આવશે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ મજેદાર વીડિયો ટ્વિટર પર @Laughs_4_નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

આ ગલૂડિયાની મસ્તી યુઝર્સને ખુબ પસંદ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે ગલૂડિયાના માસુમ અંદાજને જોઈને સ્ટેચ્યુને પણ રમાવાનું મન થયુ હશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : ટેણિયાએ માસુમ અંદાજમાં લગ્નની ઈચ્છા વ્યકત કરી, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “ઈતની ક્યા જલ્દી હૈ છોટે “

Published On - 3:56 pm, Mon, 17 January 22