
સોશિયલ મીડિયા (Social Media) વિવિધ પ્રકારના વીડિયોથી ભરેલું છે. કેટલાક વીડિયો લોકોને હસાવતા હોય છે તો કેટલાક વીડિયો તેમની આંખોમાં આંસુ પણ લાવે છે. તે જ સમયે, કેટલાક વીડિયો પણ ખૂબ આશ્ચર્યચકિત કરે છે. જો કે સામાન્ય રીતે લોકો મોટે ભાગે રમુજી વીડિયો (Funny Video) પસંદ કરે છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. ડોક્ટરે એવી જાહેરાત બનાવી છે કે તમે આ વીડિયો જોઈને દાંતના દુખાવા વચ્ચે પણ હસી પડશો.
એક ડોક્ટરે પોતાના ક્લિનીકની એવી જાહેરાત બનાવી છે કે લોકો હસીને લોટપોટ થઈ ગયા છે. સોલે મુવીની સ્ટાઈલમાં આ જાહેરાત બનાવી છે. જેમાં સામ્બાનું પાત્ર પણ દર્શાવામાં આવ્યું છે. એક વ્યક્તિ કહે છે કે હું એક વખત દાંતથી હાથકડી તોડીને ભાગી ગયો હતો. પણ હવે આ દાંતે હેરાન કરી દીધો છે. પછી બે લોકો પાસેથી જમવાનું માંગે છે.
રસોઈ કરતા વ્યક્તિ વાતો કરે છે કે તેનું એક વખત નામ હતું-ગબ્બર. આજુ-બાજુના લોકો તેનાથી ડરતા હતા. હવે અત્યારે દલિયા ખાય છે. બીજો વ્યક્તિ પણ તેને સાથ પુરાવે છે. ત્યાર પછી ગુટખાની અને પીળાં દાંતની વાતો કરે છે. પછી ખાટલામાં રહેલા વ્યક્તિને દલિયા ખાવા માટે કહે છે. તો તે દલિયા ખાવાની ના પાડે છે અને સામ-સામે બંને લડી પડે છે. પછી તેને સલાહ આપે છે કે તમારે બધું ખાવું હોય તો સારા ડોક્ટરને દાંત બતાવો. ડોક્ટર દિનેશને બતાવો તે બધું જ સારૂ કરી દેશે.
આવી ક્રિએટીવ જાહેરાત પછી લોકો પણ હસે છે. આવી જાહેરાત પહેલાં પણ ઘણી બની ચૂકી છે. જે આપણે દુરદર્શનમાં જોતા હતા. લોકોમાં પણ કેટલી ક્રિએટીવિટી હોય છે તે આપણને આ એડવર્ડાઈઝ પરથી ખબર પડે છે. ઘણાં લોકો આવી રીતે ફની વીડિયો બનાવીને પોતાની જાહેરાત કરતાં હોય છે તો કેટલાક માત્ર ફની રીતે વીડિયો બનાવતા હોય છે. આ વીડિયો પણ એવો જ છે કે તમને દાંત દુખતા હશે પણ તમે હસ્યા વિના નહીં રહી શકો.