બાબા જેક્સનનો ડાન્સ જોયો કે નહીં? એવા પગ થિરકાવ્યા કે લોકોએ કહ્યુ- સિલાઈ મશીન ચાલી રહ્યુ છે, જુઓ Video

|

Feb 11, 2023 | 4:12 PM

Baba Jackson Dance Video: આ સુંદર ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બાબા જેક્સને ખુદ શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 6.6 મિલિયન એટલે કે 66 લાખ વાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 6 લાખ 54 હજારથી વધુ લોકોએ વીડિયોન લાઈક પણ કર્યો છે.

બાબા જેક્સનનો ડાન્સ જોયો કે નહીં? એવા પગ થિરકાવ્યા કે લોકોએ કહ્યુ- સિલાઈ મશીન ચાલી રહ્યુ છે, જુઓ Video
બાબા જેક્સનનો સિલાઈ મશીનવાળો ડાન્સ
Image Credit source: Instagram

Follow us on

Baba Jackson Dance Video: માઈકલ જેક્સનને કોણ નથી ઓળખતુ. લોકો તેને ‘કિંગ ઓફ પોપ’ નામથી પણ ઓળખે છે. તેમના ગીતો અને ડાન્સની તો દુનિયા દીવાની છે. ખાસ કરીને ડાન્સના મામલે એ સમયે તો તેના જેવુ કોઈ બીજુ હતુ જ નહીં. જે તેમને ટક્કર આપી શકે. માઈકલ જેક્સનનો ડાન્સ ઘણો યુનિક હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેમના ડાન્સથી જોડાયેલા વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

દુનિયામાં એવા ઘણા લોકો છે જે જેક્સનના ડાન્સની કોપી કરતા જોવા મળે છે. તેમાંથી કેટલાક તો એવા છે કે જેમની અંદર ખરેખર માઈકલ જેક્સનની ઝલક જોવા મળે છે. ‘બાબા જેક્સન’ પણ તેમાના જ એક છે. તેમનો એક ધમાકેદાર ડાન્સ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો
'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે

બાબા જેક્સન એક યુવક છે જેનુ સાચુ નામ તો યુવરાજસિંહ છે. તે તેમના સુંદર ડાન્સ માટે જાણીતો છે. સોશિયલ મીડિયા પર તેમના ડાન્સને લગતા વિવિધ પ્રકારના વીડિયોઝ ઘણીવાર વાયરલ થતા રહે છે. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમા બાબા જેક્સને એવો સુંદર ડાન્સ કર્યો છે કે લોકો જોઈને દંગ રહી જાય છે.

તેમણે જે શાનદાર રીતે તેમના પગથી ડાન્સ સ્ટેપ્સ આપ્યા છે. એવુ લાગી રહ્યુ છે જાણે જાણે સ્પીડમાં કોઈ સિલાઈ મશીન ચાલી રહ્યુ હોય. કોઈપણ પ્રોફેશન્લ ડાન્સર માટે તેમના હાથ અને પગનો ઉપયોગ જ સૌથી મહત્વપૂર્ણ બાબત હોય છે. અને બાબા જેક્સન તો આ કળા ભરી ભરીને પડેલી છે.

જુઓ બાબા જેક્સનનો શાનદાર ડાન્સ

આ શાનદાર ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બાબા જેક્સને ખુદ તેની આઈડી babajackson2019થી શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 6.6 મિલિયન એટલે કે 66 લાખવાર જોવાઈ ચુક્યો છે. જ્યારે 6 લાખ 54 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકો વીડિયો જોઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો: સાસરે પહોંચીને કિયારાએ કર્યો ડાન્સ, સિદ્ધાર્થે પણ ઠુમકા લગાવ્યા આજે દિલ્હીમાં રિસેપ્શન

કોઈ તેમના ડાન્સની પ્રશંસા કરી રહ્યુ છે તો કોઈ મજાકિયા અંદાજમાં કહી રહ્યુ છ કે ‘આ સજ્જનને શું તકલિફ છે ભાઈ?’ આવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યુ છે કે ‘દરજી વિનાનું સિલાઈ મશીન’ જ્યારે અન્ય એક યુઝરે આવાજ રમૂજી અંદાજમાં લખ્યુ છે કે ‘હાઈવે બ્રેકર પર ગાડી આવી જ રીતે ચાલે છે’

Next Article