Video : શું તમને પણ કૂતરો અને બિલાડી જોવા મળ્યા ? વાયરલ વીડિયો જોઈને યુઝર્સ થયા કનફ્યુઝ

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે પણ માથુ ખંજવાળવા લાગશો.

Video : શું તમને પણ કૂતરો અને બિલાડી જોવા મળ્યા ? વાયરલ વીડિયો જોઈને યુઝર્સ થયા કનફ્યુઝ
Funny video goes viral
| Edited By: | Updated on: Jan 07, 2022 | 10:43 AM

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયર થઈ જાય કંઈ કહી શકાય નહિ. ઈન્ટરનેટ પર વાયરલ (Viral) થઈ રહેલા કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) હસીને લોટ પોટ થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે. જેને પગેલી નજરે જોઈને તમે પણ મુંઝવણમાં મુકાઈ જશો.

વાયરલ વીડિયો ક્લિપની શરૂઆતમાં તમને એક વિસ્તારમાં ઘણા ઘરો જોવા મળી રહ્યા છે. બાદમાં કેમેરાનો એંગલ બદલાતા તમને ઘરની છત પર પ્રાણી જેવું કંઈક દેખાશે. જ્યારે કેમેરાનું ઝૂમ વધુ વધારવામાં આવે છે, ત્યારે ધીમે ધીમે ચિત્ર સાફ થવા લાગે છે. હવે તમે છત પર કૂતરાનું (Dog) માથું જોશો. પરંતુ આ તમારો ભ્રમ છે, કારણ કે તે કૂતરો નહી પણ બિલાડી (Cat) છે. ઉલ્લેખનીય છે કે, આ એક બિલાડી છે જે છતની ટોચ પર બેઠી છે અને નીચે કંઈક જોઈ રહી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ રમુજી વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી viralhog નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 56 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ દ્વશ્ય જોઈને મારૂ માથુ ચકરાવવા લાગ્યુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : OMG : આ મશહુર હેર સ્ટાઈલસ્ટે મહિલાના માથા પર થૂંકીને કાપ્યા વાળ ! વીડિયો વાયરલ થતા ભડક્યા યુઝર્સ

Published On - 7:00 pm, Thu, 6 January 22