
Jugaad Video ” આપણા દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી.ઈન્ટરનેટ (Internet) પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો જોવા મળે છે,જેમાં કેટલાક જુગાડ જોઈને લોકો વિચારમાં પડી જશે.સામાન્ય રીતે જુગાડથી કોઈ પણ મુશ્કેલ કામ ખુબ સરળ રીતે પાર પડી જતુ હોય છે.સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો ધમાલ મચાવી રહ્યો છે.જેમાં કાકાએ જુગાડથી જે રીતે ઓટોને (Auto) નવુ રૂપ આપ્યુ છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દેશી જુગાડનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક ઓટોવાળા ભાઈ પોતાની કારમાં દેશી જુગાડ દ્વારા લોકોને કાર જેવો અનુભવ કરાવી રહ્યા છે. આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે, આ ઓટોની કાર જેવી સીટ જોવા મળી રહી છે. આ વીડિયો ઓટોમાં બેઠેલી એક મહિલા પેસેન્જરે આ વીડિયો શૂટ કર્યો છે. ઓટોમાં આ સીટ જોઈને તે ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. કાકાએ જે રીતે ઓટોમાં કારની સીટ ફીટ કરી છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Vaishnavioffl નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.તેઓ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ કાકા શું દિમાગ લગાવ્યુ છે.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે.
આ પણ વાંચો : Video : આ યુવકે વરરાજા સામે લગ્ન મંડપમાં દુલ્હનને કરી પ્રપોઝ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ