લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી

|

Nov 18, 2021 | 3:09 PM

સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા કેબ ડ્રાઈવર રોડની વચ્ચે થપ્પડ મારતી જોવા મળે છે. આ વીડિયો દિલ્હીનો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી
woman slaps the cab driver

Follow us on

Viral Video : થોડા સમય પહેલા લખનઉમાં (Lucknow) એક છોકરીએ સડક વચ્ચે કેબ ડ્રાઈવરને માર માર્યાની ઘટના સામે આવી હતી. આવી જ એક ઘટના હવે દેશની રાજધાની દિલ્હીમાં પણ સામે આવી છે. આ ઘટના દિલ્હીના (Delhi) પટેલ નગરની હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા જાહેરમાં કેબ ડ્રાઈવરને (Cab Driver) થપ્પડ મારતી જોવા મળી રહી છે. આ જોઈને આસપાસ ઉભેલા લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.

મહિલાએ ભારે કરી….!!

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વાદળી રંગની ટી-શર્ટ પહેરેલી એક મહિલા કેબ ડ્રાઈવરનો કોલર પકડીને રસ્તા પર તેને થપ્પડ મારતી જોવા મળે છે. આસપાસ ઉભેલા લોકો મહિલાના આ વર્તનનો વિરોધ કરીને કેબ ડ્રાઈવરને ત્યાંથી જવાનું કહે છે. જ્યારે કેટલાક લોકો મહિલાના આ વર્તનને ગુંડાગીરી ગણાવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, લોકોના સમજાવ્યા બાદ પણ આ મહિલા કેબ ડ્રાઈવરને મારવાનુ શરૂ રાખે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

સ્કૂટી પાસ કરવા માટે સાઈડ ન મળતા મહિલા ભડકી

મળતી માહિતી મુજબ, આ મહિલા એક છોકરી સાથે સ્કૂટી (Scooty) પર જઈ રહી હતી. તેમજ રસ્તો જામ થઈ ગયો હતો અને તે દરમિયાન મહિલાએ કેબ ડ્રાઈવરને ત્યાંથી જવા માટે જગ્યા માંગી હતી. કેબ ડ્રાઈવરે જગ્યા આપવાની ના પાડી દીધી. જેના કારણે મહિલા ગુસ્સે થઈ ગઈ અને કેબ ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરવા લાગી. એટલુ જ નહિ તેણે ડ્રાઇવરને કારમાંથી બહાર કાઢ્યો અને તેને મારવાનું શરૂ કર્યું.
જો કે, હજુ સુધી આ મામલે કેબ ડ્રાઈવર દ્વારા મહિલા વિરુધ્ધ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

 

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પતિ સાથે અબોલા લીધા….અને એવું માનતી હતી કે હું મારા પતિને સજા કરૂં છું….!!!

આ પણ વાંચો: ડિલિવરી બોયથી પોતાને સુરક્ષિત રાખવા છોકરી વાપરે છે આ યુક્તિ, જાણીને તમે પણ કહેશો Interesting !

Next Article