પાણીપુરી વેચતા દિવ્યાંગ કપલે જીતી લીધું બધાનું દિલ, વીડિયો જોઈ લોકો થયા ભાવુક, જુઓ આ વાયરલ વીડિયો

તાજેતરમાં એક કપલનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જેને જોઈને તમે સમજી શકશો કે જેઓ સખત મહેનત કરે છે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં હાર માનતા નથી અને મુશ્કેલીઓને પાર કરી લે છે.

પાણીપુરી વેચતા દિવ્યાંગ કપલે જીતી લીધું બધાનું દિલ, વીડિયો જોઈ લોકો થયા ભાવુક, જુઓ આ વાયરલ વીડિયો
Nasik Couple Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 18, 2022 | 7:28 PM

જો તમારામાં આત્મવિશ્વાસ અને હિંમત હોય તો તમે તમારી નબળાઈને તાકાત બનાવીને દુનિયા (Amazing Viral Video)ની સામે પોતાને સાબિત કરી શકો છો. ઘણી વાર, સામાન્ય જીવનમાં પણ આપણે આવા કેટલાક લોકોને જોતા હોઈએ છીએ જે આપણને પ્રેરણા આપવાનું કામ કરે છે, તાજેતરમાં આવા જ એક કપલનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જેને જોઈને તમે સમજી શકશો કે જેઓ સખત મહેનત કરે છે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં હાર માનતા નથી અને મુશ્કેલીઓને પાર કરી લે છે.

મોંઘવારીના આ યુગમાં જીવન નિર્વાહ કરવું કેટલું મુશ્કેલ છે તે કોઈનાથી છુપાયેલ નથી, સામાન્ય માણસને રોજીંદા ખર્ચાઓ ચલાવવા માટે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે કલ્પના કરી શકો છો કે દિવ્યાંગ લોકો અને ખાસ કરીને મુકબધીર લોકોને કેવા પ્રકારની અને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્તો હોય છે. આ જે એક કપલનો વીડિયો સામે આવ્યો છે. તેમાં તમને આ જોઈને નવાઈ લાગશે કારણ કે આ કપલ દિવ્યાંગ હોવા છતાં પાણીપુરીનો નાનો સ્ટોલ ચલાવે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપલ ઈશારામાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લે છે અને મસાલા અને અન્ય વસ્તુઓને માત્રા કેટલી હશે તે બધુ ઈશારામાં જ સમજી જાય છે. આ પછી દંપતી એ હકીકત વિશે પણ માહિતી આપે છે કે તેઓએ આ બધું ઘરે બનાવ્યું છે. જે રીતે બંને પોતપોતાનું કામ કરી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે આ જ જીવનની વાસ્તવિક ફિલોસોફી છે.

આ સ્ટોલ નાસિકમાં અડગાંવ નાકા, જાત્રા હોટલ પાસે છે. આ વીડિયોને @streetfoodrecipe નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાર લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘નસીબ પણ તેમને જ સાથ આપે છે જેમની પાસે હિંમત હોય છે.’ અન્ય એક યુઝરે લખ્યું, આને કહેવાય સંઘર્ષને શક્તિ બનાવવી.