Shocking Video: વ્યક્તિએ આપ્યો કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર… તો ‘બોનસ’માં મળી મૃત ગરોળી, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

|

May 26, 2022 | 10:02 AM

વાયરલ વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે ભાર્ગવ તેના મિત્રો સાથે વાત કરી રહ્યો છે અને જ્યારે ટેબલ પર રાખેલા ઠંડા પીણાના ગ્લાસમાં એક ગરોળી તરતી જોવા મળી રહી છે.

Shocking Video: વ્યક્તિએ આપ્યો કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર... તો બોનસમાં મળી મૃત ગરોળી, વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે
Dead lizard in cold drinks

Follow us on

આવા ઘણા કિસ્સાઓ અવાર-નવાર સાંભળવા મળે છે કે ગ્રાહકો કેટલીક ખાદ્ય ચીજો ખરીદે છે અને તેમાં જંતુઓ કે ઉંદરો મરેલા જોવા મળે છે. હોટલ, રેસ્ટોરન્ટ કે દુકાનોની આવી બેદરકારી સહનશક્તિની બહાર હોય છે. હવે ખાણી-પીણીમાં જીવજંતુઓ જોવા મળે તો કોણ તેને ખાવાનું પસંદ કરશે? આવી વસ્તુઓ જોતા જ ઉલટીઓ થવા લાગે છે. આવી જ એક ઘટના સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વ્યક્તિએ મેકડોનાલ્ડના આઉટલેટમાં (McDonald outlet) જઈને કોલ્ડ ડ્રિંકનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેમાં એક મૃત ગરોળી મળી આવી હતી. આ ચોંકાવનારી ઘટના ગુજરાતના સોલાની કહેવાય છે.

વાયરલ વીડિયોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકનું નામ ભાર્ગવ જોશી છે. તેણે પોતે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોલ્ડ ડ્રિંકના ગ્લાસમાં મૃત ગરોળી પડી છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વીડિયો જુઓ……….

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાર્ગવ તેના મિત્રો સાથે વાત કરી રહ્યો છે અને જ્યારે ટેબલ પર રાખેલા ઠંડા પીણાના ગ્લાસમાં એક ગરોળી તરતી જોવા મળી રહી છે. ભાર્ગવ જોશી અને તેના મિત્રો કહે છે કે તેઓ મેકડોનાલ્ડના આઉટલેટમાં 4 કલાકથી વધુ સમય સુધી બેઠા હતા. કારણ કે તેઓએ ફૂડ ઓથોરિટીને ફરિયાદ કરી હતી અને તેઓ તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેના એક મિત્રએ જણાવ્યું કે આઉટલેટના કર્મચારીઓએ પણ તેને 300 રૂપિયા પાછા આપવાની ઓફર કરી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી હતી. ભાર્ગવ જોશીના જણાવ્યા અનુસાર, તે આઉટલેટ સીલ કરી દેવામાં આવ્યું છે. તેણે તેનાથી સંબંધિત એક તસવીર શેયર કરી છે અને સારા કામ માટે AMCની પ્રશંસા કરી છે.

પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેયર કરતા ભાર્ગવ જોશીએ લખ્યું, ‘મારી સાથે બનેલી આ ઘટનાનો આ વીડિયો છે’. સોશિયલ મીડિયા યુઝર્સે ભાર્ગવ અને તેના મિત્રોને બહાદુર ગણાવ્યા છે અને કહ્યું છે કે, મેકડોનાલ્ડનું આઉટલેટ સીલ કરવામાં આવ્યું છે, તે સારી વાત છે.

Next Article