Viral Video: સોશિયલ મીડિયામાં છવાયો ડેવિડ વોર્નરનો અતરંગી અંદાજ, જુઓ વીડિયો

|

Jan 29, 2023 | 6:50 PM

ડેવિડ વોર્નરને ભારતીય ફિલ્મો પ્રત્યે વિશેષ પ્રેમ છે. વોર્નર અનેક ફિલ્મ પર રીલ બનાવે છે જે ભારતમાં ચર્ચામાં છે અને હીરોને તેના પોતાના ચહેરા સાથે બદલવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે. આ વખતે તેણે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સાથે આવું કર્યું છે.

Viral Video: સોશિયલ મીડિયામાં છવાયો ડેવિડ વોર્નરનો અતરંગી અંદાજ, જુઓ વીડિયો
David Warner Pathaan Viral Video

Follow us on

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર સતત વીડિયો પોસ્ટ કરતો રહે છે. હવે વોર્નરે શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ મૂવી’નો એક વીડિયો શેર કર્યો છે, જે વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં તે પોતે કિંગ ખાન શાહરૂખ ખાનની જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે વોર્નર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, ચાહકો પણ ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વોર્નરે આ વીડિયો શેર કર્યો છે. જે બાદ તેના ચાહકો પણ તેને શેર કરી રહ્યા છે.

વોર્નરનો બોલિવુડ અંદાજ વાઈરલ

વોર્નરને ભારતીય ફિલ્મો પ્રત્યે વિશેષ પ્રેમ છે. વોર્નર અનેક ફિલ્મ પર રીલ બનાવે છે જે ભારતમાં ચર્ચામાં છે અને હીરોને તેના પોતાના ચહેરા સાથે બદલવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે. આ વખતે તેણે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સાથે આવું કર્યું છે. વોર્નરે ફિલ્મ પઠાણના થીમ સોંગનો કેટલોક ભાગ પોસ્ટ કર્યો છે અને તેમાં તેણે પોતાનો ચહેરો શાહરૂખના ચહેરા પર મૂક્યો છે. આ પોસ્ટ વોર્નરે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. જે બાદ વોર્નરનો આ અંદાજ તેના ફેન્સને પણ પસંદ આવ્યો છે અને તેઓ પણ તેને શેર કરી રહ્યા છે.

View this post on Instagram

 

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

A post shared by David Warner (@davidwarner31)

વોર્નર પર ચડ્યો બોલિવુડનો રંગ

બીજી તરફ વોર્નરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાનો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમાવાની છે.

શાહરુખ ખાન 4 વર્ષ તેની પછી નવી ફિલ્મ સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફર્યો છે. ત્યારે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. ત્યારે કોન્ટ્રોવર્સી વચ્ચે દેશભરમાં રીલિઝ કરવામાં આવી છે. આ પહેલા શાહરુખની છેલ્લી ફિલ્મ ઝીરો હતી જે ફ્લોપ સાબિત થઈ હતી.

Published On - 5:03 pm, Sun, 29 January 23

Next Article