#UPSC: સિવિલ સર્વિસ પરીક્ષામાં દીકરીઓ ચમકી, ટોપ 5માં 3 મહિલાઓ, લોકોએ સોશિયલ મીડિયા પર શેયર કર્યા કેટલાક મીમ્સ

UPSC સિવિલ સર્વિસીસનું અંતિમ પરિણામ 2021 (UPSC Civil Services Final Result 2021) જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ત્રણ મહિલાઓએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. શ્રુતિ શર્માએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું છે.

#UPSC: સિવિલ સર્વિસ પરીક્ષામાં દીકરીઓ ચમકી, ટોપ 5માં 3 મહિલાઓ, લોકોએ સોશિયલ મીડિયા પર શેયર કર્યા કેટલાક મીમ્સ
UPSC Civil Services Final Result 2021
| Edited By: | Updated on: May 31, 2022 | 10:01 AM

સિવિલ સર્વિસ પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે અને આ વખતે દેશની દિકરીઓએ આ પરીક્ષામાં પોતાનો દબદબો બતાવ્યો છે. વાસ્તવમાં, UPSC સિવિલ સર્વિસીસનું અંતિમ પરિણામ 2021 (UPSC Civil Services Final Result 2021) જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ત્રણ મહિલાઓએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે. જ્યારે શ્રુતિ શર્માએ સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું છે, અંકિતા અગ્રવાલ બીજા સ્થાને છે, જ્યારે ગામિની સિંગલ ત્રીજા સ્થાને છે.

મળતી માહિતી મુજબ, ટોપર શ્રુતિ શર્મા સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, દિલ્હીની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તે જામિયા મિલિયા ઈસ્લામિયા રેસિડેન્શિયલ કોચિંગ એકેડમીમાં યુપીએસસીની તૈયારી કરી રહી હતી. વડાપ્રધાન મોદીએ પરીક્ષામાં પાસ થનારાઓને અભિનંદન પાઠવ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ લોકોના અભિનંદનનો પ્રવાહ વહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને મીમ્સ પણ શેયર કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ‘મીઠાઈ વહેંચો, ખુશીનો માહોલ છે’ તો કેટલાક ટોપર્સને પોત-પોતાની શૈલીમાં અભિનંદન આપી રહ્યા છે.

ચાલો, એક નજર કરીએ કેટલીક રમુજી અને શાનદાર ટ્વીટ્સ પર…

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા પરિણામ અનુસાર, આ પરીક્ષામાં કુલ 685 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જણાવી દઈએ કે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવી હતી, જ્યારે મુખ્ય પરીક્ષા 7 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવી હતી અને અંતિમ ચરણ એટલે કે ઇન્ટરવ્યુ 5 એપ્રિલથી 26 મે દરમિયાન યોજવામાં આવ્યું હતું.

 

Published On - 9:59 am, Tue, 31 May 22