અનોખુ પ્રપોઝલ : બાસ્કેટબોલ કોર્ટમાં ડાન્સરને મળ્યો લગ્નનો પ્રસ્તાવ ! વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ દિવસોમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ડાન્સરને બાસ્કેટ કોર્ટમાં લગ્નનુ પ્રપોઝ મળે છે.

અનોખુ પ્રપોઝલ : બાસ્કેટબોલ કોર્ટમાં ડાન્સરને મળ્યો લગ્નનો પ્રસ્તાવ ! વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
Dancer got marriage proposal in basketball court
| Edited By: | Updated on: Jan 03, 2022 | 12:44 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ(Users)  પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે.જેમાં એક ડાન્સરને જે રીતે બાસ્કેટબોલ કોર્ટમાં (Basketball Court) લગ્નનુ પ્રપોઝલ (Wedding Proposal) મળે છે.તે જોઈને તમે પણ ચોંકી જશો.

બાસ્કેટ કોર્ટમાં જોવા મળ્યો અનોખો નજારો

સામાન્ય રીતે લોકો એકબીજાને પ્રપોઝ કરવા માટે ખાસ વ્યવસ્થા કરતા હોય છે. કેટલાક લોકો પહાડ પર પોતાના પાર્ટનરને પ્રપોઝ કરવાનો પ્લાન કરે છે, તો કેટલાક લોકો આ પ્રપોઝલને સ્પેશિયલ બનાવવા માટે દરિયાકિનારાની પસંદગી કરતા હોય છે.પરંતુ તાજેતરમાં એક અનોખો પ્રપોઝલ વીડિયો સામે આવ્યો છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક યુવતી બાસ્કેટ કોર્ટમાં ડાન્સ (Dancer) કરી રહી છે.બાદમાં તેનો પાર્ટનર તેને આ કોર્ટમાં જ પ્રપોઝ કરતો જોવા મળે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Reuters નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.આ અનોખા પ્રપોઝલ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આની પહેલા ક્યારેય આવુ પ્રપોઝલ જોયુ નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ દ્રશ્ય જોઈને આશ્વર્ય ચકિત છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: દારૂ પી ટલ્લી થઈ વાંદરાએ જબરા ખેલ કર્યા, લોકો બોલ્યા દમ મારો દમ મુમેન્ટ

Published On - 12:40 pm, Mon, 3 January 22