Dance Viral Video : અંગ્રેજી ગીત સાંભળ્યા બાદ બાળકે કર્યો ડાન્સ, સ્ટેપ્સ અને એક્સપ્રેશનમાં જોવા મળ્યો અદભૂત આત્મવિશ્વાસ

Dance Viral Video : ઈન્ટરનેટ પર એક સ્કૂલના બાળકનો વીડિયો ઘણો જોવાઈ રહ્યો છે. જેમાં એક બાળક અંગ્રેજી ગીત સાંભળતા જ ડાન્સ કરવા લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે તે શિક્ષકોથી ઘેરાયેલો છે પરંતુ તે કોઈ પણ બાબતનો સંકોચ દેખાતો નથી.

Dance Viral Video : અંગ્રેજી ગીત સાંભળ્યા બાદ બાળકે કર્યો ડાન્સ, સ્ટેપ્સ અને એક્સપ્રેશનમાં જોવા મળ્યો અદભૂત આત્મવિશ્વાસ
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:51 AM

આપણને ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારના વીડિયો જોવા મળતા રહે છે. જ્યારે ઘણા વીડિયો તેમના આશ્ચર્યજનક કન્ટેન્ટ માટે બધાને સ્તબ્ધ કરી દે છે, ત્યાં એવી ક્લિપ્સ પણ હોય છે જે લાંબા સમય સુધી યાદ રહે છે, કારણ કે તેમાં એક અલગ લેવલની સુંદરતા છે. જે તમે ફક્ત બાળકોના વીડિયો દેખાય છે. આ વીડિયો એવા હોય છે, ઇન્ટરનેટ પર આવતાની સાથે જ છવાઈ થઈ જાય છે. આવો જ એક વીડિયો પણ આ દિવસોમાં ચર્ચામાં છે.

આ પણ વાંચો : Dance Viral video : ‘જુમ્મા ચુમ્મા દે દે’ ગીત પર મહિલા શિક્ષકે લગાવ્યા ઠુમકા, સ્ટેજ પર ચઢ્યા અને અમિતાભના સ્ટેપ કર્યા કોપી

ડાન્સ હોય, સિંગિંગ હોય કે એક્ટિંગ હોય, આજના બાળકો કોઈપણ બાબતમાં કોઈથી ઓછા નથી. તમે ઘણીવાર જોયું હશે કે બાળકોના કાનમાં કોઈ ધૂન સંભળાય કે તરત જ તેઓ તેના પર નાચવા લાગે છે. પછી ભલે તેઓ ડાન્સ જાણતા હોય કે ન જાણતા હોય. હવે આ બાળકનો વીડિયો જુઓ જે વાયરલ થઈ રહ્યો છે, જે અંગ્રેજી ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળે છે. ભલે તે આ ગીતને સમજે કે ન સમજે, તેના દરેક સ્ટેપમાં આત્મવિશ્વાસનું એક અલગ લેવલ દેખાય છે.

અહીં વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલો આ વીડિયો કોઈ સ્કૂલ ફંક્શનનો લાગે છે. જ્યાં એક બાળક કોઈ સંકોચ વગર અંગ્રેજી ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે. ક્લિપમાં તે શાનદાર ડાન્સ કરતો જોવા મળે છે પરંતુ તેની સાથેના એક્સપ્રેશન્સ પણ અદભૂત છે. નવાઈની વાત એ છે કે આ દરમિયાન તેમના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે અને શિક્ષક પણ ત્યાં બેઠા છે પરંતુ તેમને કોઈ વાતનો સંકોચ નથી.

આ મનમોહક ક્લિપ અનીસ ઈસ્લામ નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી એક લાખથી વધુ લાઈક્સ અને 20 હજારથી વધુ શેર પણ મળી ચૂક્યા છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આવી છે. એક યુઝરે લખ્યું, ‘સુપર સે ભી ઉપર ક્લાસ કા ડાન્સ.’ જ્યારે બીજાએ લખ્યું, બાળકમાં અદભૂત આત્મવિશ્વાસ છે.