CWG 2022 : વર્લ્ડ ચેમ્પિયન નિકહતે પણ CWGમાં લગાવ્યો ગોલ્ડન પંચ, સોશિયલ મીડિયા પર બોક્સર ગર્લની થઈ રહી છે જય જયકાર

|

Aug 08, 2022 | 7:10 AM

ભારતની બોક્સર (Boxer) દીકરી નિકહત ઝરીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ (Gold medal) જીતીને ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં નિકહતે પોતાના હરીફ કાર્લી મેકનાલને તેના મુક્કાથી ટકવા દીધો ન હતો.

CWG 2022 : વર્લ્ડ ચેમ્પિયન નિકહતે પણ CWGમાં લગાવ્યો ગોલ્ડન પંચ, સોશિયલ મીડિયા પર બોક્સર ગર્લની થઈ રહી છે જય જયકાર
Golden Girl cwg

Follow us on

નિકહત ઝરીને (Nikhat Zareen) CWG 2022ના 10મા દિવસે ભારત માટે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો. દેશની મહિલા બોક્સર (Female boxer) અને વર્લ્ડ ચેમ્પિયન નિકહત ઝરીને રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે મહિલા લાઇટ ફ્લાય કેટેગરીની ફાઇનલમાં ઉત્તરી આયર્લેન્ડની કાર્લી મેકનોલને નિકહતની સામે 5-0થી હરાવ્યો હતો. તેમનું પ્રદર્શન એ વાતની સાક્ષી આપે છે કે, દેશને આગામી ‘મેરી કોમ’ મળી છે. હવે દેશ તેની પાસેથી પેરિસ 2024 ઓલિમ્પિકમાં ગોલ્ડની અપેક્ષા રાખશે.

નિકહત ઝરીને આ ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને સમગ્ર ફાઈટ દરમિયાન તેનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. નિકહતે સેમિફાઇનલના પ્રદર્શનને જાળવી રાખતા ફાઇનલમાં પણ પંચ માર્યો અને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. #NikhatZareen ટ્વિટર પર પણ ટોપ ટ્રેન્ડમાં છે. આને લઈને ચાહકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

અહીં ચાહકોની પ્રતિક્રિયા જુઓ……

નિકહત ઝરીને તાજેતરમાં જ Strandja Memorial ખાતે મેડલ જીત્યો હતો અને અહીં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, 25 વર્ષની નિકહત ઝરીન પાંચમી ભારતીય મહિલા બોક્સર છે, જેણે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

Next Article