
Fish Kisses Cat Video : ઈન્ટરનેટ પર ‘ક્યારે શું’ મજાની વાતો વાઈરલ થઈ જાય તેનું કંઈ કહી શકાય નહીં. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં એક માછલી બિલાડીને કિસ કરતી જોવા મળે છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે. વાયરલ ક્લિપમાં માછલી બિલાડી સાથે રોમાંસ કરતી જોઈ શકાય છે.
આ પણ વાંચો : Cat Viral Video: બાઈક સવારે પોતાની બિલાડીને પહેરાવ્યું ક્યુટ હેલ્મેટ, સુંદર મેસેજ આપતો આ વીડિયો તમે વારંવાર જોશો
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાર્કમાં બનેલી નાની પાણીની ટાંકી પાસે એક બિલાડી બેઠી છે. કેટલીક માછલીઓ પણ પાણીમાં તરતી જોવા મળે છે. આ દરમિયાન એક માછલી બિલાડી તરફ આવે છે અને તેની સાથે રોમેન્ટિક બની જાય છે. વીડિયોમાં માછલી બિલાડીને પ્રેમથી કિસ કરતી જોઈ શકાય છે. આ વીડિયો જોયા બાદ લોકોના ફની રિએક્શન્સનો પૂર આવ્યો છે.
રોમેન્ટિક મૂડ ફિશનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે, શું રોમાંસ છે. થોડાં કલાકો પહેલા જ શેર કરવામાં આવેલી ક્લિપને સાડા સાત હજાર લોકોએ લાઈક કરી છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો છે.
એક યુઝરે પૂછ્યું કે, ‘શું તે માછલી બિલાડીને ખાવાનો પ્રયાસ કરી રહી છે.’ જ્યારે અન્ય યુઝરે કહ્યું કે, મેં કંઈ ખોટું તો જોયું નથી ને. શું માછલીએ ખરેખર બિલાડીને ચુંબન કર્યું છે? અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, બિલાડી પ્રેમીઓએ આ વીડિયો જોવો જોઈએ. એકંદરે, લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.