
સોશિયલ મીડિયા પર દરરોજ પ્રાણીઓના ફની વીડિયો શેર કરવામાં આવે છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે તેને જોઈને લોકો દંગ રહી જાય છે. જ્યારે, કેટલાક વીડિયો એકદમ ક્યૂટ હોય છે અને તેને વારંવાર જોવાનું મન થાય છે. મગર અને દીપડાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં દીપડાએ મગરનો ક્રૂરતાપૂર્વક શિકાર કર્યો છે. આમ તો મગર પાણીનો રાજા કહેવામાં આવે છે, પરંતુ દીપડાએ મગરનો શિકાર કર્યો છે.
આ પણ વાંચો: Viral Video: પાસ્તાની રેસિપી જોઈ માથુ ભમી જશે, લોકોએ કહ્યું – બહેન આ કોઈને ખવડાવતા નહીં!
આપણે બધા જાણીએ છીએ કે પાણીની અંદર મગરનું રાજ ચાલે છે. મગર પાણીમાં મોટા પ્રાણીઓને પણ ધૂળ ચટાડી દે છે. જ્યારે, દીપડો જમીન પર રહે છે. કારણ કે, તે શિકાર પર ખૂબ જ ઝડપથી હુમલો કરે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ, આ વીડિયોમાં દીપડાએ મગરની એવી હાલત કરી છે કે જેને જોઈને તમે ચોંકી જશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપડો મગરને પાણીની બહાર ખેંચી રહ્યો છે. પછી તેને જંગલ બાજુ પર લઈ જઈને નિર્દયતાથી તેનો શિકાર કરવાનું શરૂ કરે છે. આ દ્રશ્ય એટલું ખતરનાક હતું કે કોઈ પણ તેને જોઈને દંગ રહી જાય. જુઓ ચોંકાવનારો વીડિયો.
વીડિયો જોયા પછી તમને પણ ગૂઝબમ્પ્સ આવ્યા જ હશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘theanimal.empire’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. જ્યાં વન્ય જીવ પ્રેમીઓ આ વીડિયોના વખાણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક હૃદયદ્રાવક દ્રશ્યો કહી રહ્યા છે.
સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શુ વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય, અહીં પ્રાણીઓ સંબંધિત વીડિયો પણ વાયરલ થાય છે જે ખુબ ચોંકાવનારા હોય છે. ત્યારે હાલ દિપડા દ્વારા મગરના શિકારનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.