બરફ પર લપસીયા ખાતી નીચે ઉતરતી જોવા મળી ગાય, વીડિયો જોઈને થઈ જશે ત્યાં જવાનું મન, જુઓ વાયરલ વીડિયો

લોકો બરફના ગોળા બનાવીને એકબીજા સાથે રમવા માંગે છે અને બરફ પર સરકવા માંગે છે. પરંતુ આ ઈચ્છાઓ માત્ર મનુષ્યોને જ હોય એવું નથી, પ્રાણીઓને પણ બરફ આ જ રીતે આકર્ષિત કરે છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ ગાયનો આ વાયરલ વીડિયો.

બરફ પર લપસીયા ખાતી નીચે ઉતરતી જોવા મળી ગાય, વીડિયો જોઈને થઈ જશે ત્યાં જવાનું મન, જુઓ વાયરલ વીડિયો
Cow Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 12, 2022 | 6:57 PM

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કમ સે કમ એક વખત બરફવર્ષાનો આનંદ માણવા માંગે છે. દરેક વ્યક્તિને બરફીલા પહાડોમાં ફરવાનું પસંદ હોય છે. આ જ કારણ છે કે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સિઝનમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધી જાય છે, દરેક ત્યાં પહોંચીને ખૂબ જ મજા માણવા માંગે છે, બરફના ગોળા બનાવીને એકબીજા સાથે રમવા માંગે છે અને બરફ પર સરકવા માંગે છે. પરંતુ આ ઈચ્છાઓ માત્ર મનુષ્યોને જ હોય એવું નથી, પરંતુ પ્રાણીઓને પણ બરફ આ જ રીતે આકર્ષિત કરે છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ ગાયનો આ વાયરલ વીડિયો.

ટ્વિટર @buitengebieden પર બરફમાં મસ્તી કરતી ગાયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પહાડો પર તાજી હિમવર્ષામાં, એક ગાયને મોજ-મસ્તી કરવાનું બહાનું મળ્યું અને તે ઉંચી ટેકરી પરથી બરફમાંથી લપસીને ટેકરીના નીચેના ભાગમાં પહોંચી ગઈ. ગાયને આવું કરતી જોઈને તમને પણ ખૂબ મજા આવશે. ગાયના ફની વીડિયોને 17 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

બરફ પર સ્લાઇડનો આનંદ માણતી ગાય

બરફ પર મસ્તી કરતી ગાયનો વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એટલા માટે આ વીડિયોને 17 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ગાયનો વીડિયો જોઈને લોકોએ કહ્યું કે ગાય તેની વાસ્તવિક જિંદગી જીવી રહી છે, તે જીવનનો આનંદ માણી રહી છે. તો ઘણા યુઝર્સ એવા પણ હતા, જેમણે ગાયને બરફમાં મસ્તી કરતી જોઈને પોતે જ ટ્રિપ પર જવા માટે અધીરાઈ અનુભવી હશે. છેવટે, પર્વતો અને બરફ બંને એવી જગ્યાઓ છે જ્યાં દરેક જવા માંગે છે. ત્યારે અત્યારે તો ગાયનો વીડિયો જોઈને જ કામ ચલાવો.