ગાયએ મારી ‘કુંગ ફૂ’ સ્ટાઈલમાં લાત, Viral Video જોઈ હસવુ નહીં રોકી શકો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ત્રણ લોકો ગાયને દોરડાથી બાંધીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ગાય તેના શિંગડા વડે આગળના વ્યક્તિને ઊંચકીને ફેંકી દે છે.

ગાયએ મારી કુંગ ફૂ સ્ટાઈલમાં લાત, Viral Video જોઈ હસવુ નહીં રોકી શકો
Cow Viral Video
| Edited By: | Updated on: Mar 27, 2023 | 7:56 PM

વડીલોએ કહ્યું છે કે પ્રાણીઓને બિનજરૂરી રીતે ખલેલ પહોંચાડવી જોઈએ નહીં, અન્યથા જ્યારે તેમનો મિજાજ ગુમાવે છે ત્યારે ભારે પડી જાય છે. આ વીડિયોમાં પણ એવું જ બતાવવામાં આવ્યું છે, જેમાં ગાય એક માણસને એવી રીતે માર મારે છે કે તેની સ્ટાઈલ જોઈને તમે હસીને લોટપોટ થઈ જશો.

આ પણ વાંચો: Gujarati Video: કોરોના કેસ વધતા વડોદરાના મેયર નિલેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલની લીધી મુલાકાત, નિરીક્ષણ કરી H3N2ના કેસને લઈને મેળવી માહિતી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ત્રણ લોકો ગાયને દોરડાથી બાંધીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ગાય તેના શિંગડા વડે આગળના વ્યક્તિને ઊંચકીને ફેંકી દે છે. આટલું જ નહીં, તે પછી તે તેના પાછળના પગથી માણસને લાત પણ મારે છે, ગાયની આ શૈલી બિલકુલ ‘કુંગ ફૂ’ શોટ જેવી લાગે છે. આ ફની વીડિયો જોયા પછી તમને હસવું આવશે.

ગાયના ‘કુંગ ફૂ’ શોટનો વીડિયો વાયરલ

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો પણ યૂઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યૂઝરે આ ફની વીડિયો પર કોમેન્ટ કરી છે, ‘વેલ ડન ગાય માતા.. તમારી છેલ્લી કિક જોવાની મજા આવી’. ત્યારે અન્ય યુઝરે કટાક્ષ કર્યો અને લખ્યું કે ‘જબરદસ્ત કિક’.

આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચૂક્યા છે. ત્યારે તેને લાખો વ્યુઝ સાથે હજારો વખત શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને ‘kartanesi198’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે ત્યારે પ્રાણીઓને લગતા ઘણા વીડિયો અહીં જોવા મળતા હોય છે જેમાં ગાયના વીડિયો પણ ખુબ વાયરલ થાય છે ત્યારે ઘણા વીડિયો ખુબ ફની હોય છે ત્યારે ઘણા વીડિયો ચોંકાવનારા હોય છે. આ વીડિયોમાં તમે ગાય દ્વારા એક શખ્સને જોરદાર લાત મારતા જોઈ શકો છો જેમાં એક શખ્સ ગાયને કાબૂમાં કરવાની કોશિશ કરે છે. જોકે વીડિયો જોતા એવુ લાગી રહ્યા છે કે ત્યા હાજર લોકોને ઈજા થઈ હશે.

 

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…