આજકાલ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થાય છે. જેને ગણતરીની મિનિટમાં લાખો લાઈક આવી જાય છે. કેટલાક તો એટલા ફેમસ થઈ જાય છે કે લોકો તેના પર ફની કોમેન્ટ પણ કરવા લાગે છે. હાલમાં પણ એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો જોઈએ આ વાયરલ વીડિયોમાં એવું શું છે કે, લોકો તેને ગરીબનો ઈમરાન હાશ્મી કહી રહ્યા છે.
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, એક કપલ રસ્તાની બાજુમાં ઊભું છે. છોકરો છોકરીને પોતાના હાથમાં પકડી રાખે છે અને છોકરી કદાચ તેના પર ગુસ્સે કરી રહી છે. તેવું લાગી રહ્યું છે, છોકરો છોકરીને ફિલ્મી સ્ટાઈલમાં પોતાની તરફ ફેરવતો જોવા મળે છે અને પછી તે તેને મનાવી લે છે. હવે કોઈએ આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે માહિતી આપી નથી, પરંતુ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં અનેક વાહનો પસાર થતા જોવા મળે છે. તેમાંથી એક ટેમ્પો છે, તેના પર લખેલું સરનામું વાંચીને સમજી શકાય છે કે આ બાંગ્લાદેશના ઢાકાનો વીડિયો છે. લોકો કહી રહ્યા છે આ બાંગ્લાદેશનો વીડિયો છે.
આ વીડિયો એક્સ પ્લેટફોર્મ પર @itztheaniનામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં લખ્યું છએ કે,જુઓ ગરીબોનો ઈમરાન હાશ્મી. તો કેપ્શનમાં પણ લખ્યું છે કે, ગરીબનો ઈમરાન હાશ્મી, અત્યારસુધી અનેક લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ પણ કરી છે. કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. કોઈએ લખ્યું ભાઈ ગજબ કા આદમી હૈ, તો કેટલાક લોકો સ્માઈલી ઈમોજી શેર કરી રહ્યા છે.કેટલાક લોકો કહી રહ્યા છે એકદમ ફિલ્મી સ્ટાઈલ
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Published On - 4:32 pm, Fri, 27 June 25