કપલ કરી રહ્યુ હતું બાઈક સ્ટંટ, અચાનક બેલેન્સ બગડ્યુને છોતરા નીકળી ગયા, જુઓ Viral Video

આ વીડિયો બાઇક સ્ટંટનો છે, જે એટલો ખતરનાક છે કે તેને જોતા જ તમારા હોશ ઉડી જશે અને તમે તેને જોતા જ રહી જશો. જો કે આ સ્ટંટ વીડિયો ખૂબ જ ખતરનાક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કપલ કરી રહ્યુ હતું બાઈક સ્ટંટ, અચાનક બેલેન્સ બગડ્યુને છોતરા નીકળી ગયા, જુઓ Viral Video
Stunt Viral Video
| Edited By: | Updated on: Apr 29, 2023 | 7:13 PM

ઈન્ટરનેટ પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે હસવુ રોકી નહીં શકો. આ વીડિયો બાઇક સ્ટંટનો છે, જે એટલો ખતરનાક છે કે તેને જોતા જ તમારા હોશ ઉડી જશે અને તમે તેને જોતા જ રહી જશો. જો કે આ સ્ટંટ વીડિયો ખૂબ જ ખતરનાક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કુલ સંખ્યામાં 10%નો વધારો, આ દેશમાંથી પુરૂષોની સરખામણીએ મહિલાઓ વધુ આવી ભારત

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કપલ બાઇક સાથે સ્ટંટ કરી રહ્યું હતું, પછી યુવતીનો બોયફ્રેન્ડ બાઇકનું આગળનું વ્હીલ ઉંચુ કરવાનો પ્રયાસ કરે છે અને પછી જે થાય છે તે જોઈને તમારા હોશ ઉડી જશે. ત્યારબાદ બંને બાઇક સાથે નીચે પડી ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરીને કેટલી ખરાબ રીતે ઈજા થઈ હશે. આવી સ્થિતિમાં અમારી સલાહ છે કે આવા ખતરનાક સ્ટંટ ન કરો અને તમારા જીવને જોખમમાં ન નાખો.

બાઇક સ્ટંટ દરમિયાન કપલ પડી ગયું

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર અત્યાર સુધીમાં ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું કે હજુ કરો, આવી ગયો સ્વાદ, અન્ય યુઝરે લખ્યું કે છોકરીના ચહેરાનો નકશો બગડ્યો હશે. આપને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધી કરોડો લોકો જોઈ ચૂક્યા છે. આ સિવાય તેને ઘણી વખત શેર પણ કરવામાં આવ્યો છે. આ વીડિયો ‘twister_cb’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે ત્યારે અહીં ક્યારે શુ વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય, હાલ સ્ટંટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ખુબ ખતરનાક છે જેમાં એક કપલ બાઈક પર ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે જેમા અચાનક બેલેન્સ બગડતા કપલની હાલત ખરાબ થઈ ગઈ હતી. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…