આ છે ‘મૃત્યુની ગુફા’, અંદર પ્રવેશતા જ ખતરનાક ગેસ લઈ લે છે જીવ, જુઓ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Rainmaker1973 નામની ID પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 56 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 36 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

આ છે મૃત્યુની ગુફા, અંદર પ્રવેશતા જ ખતરનાક ગેસ લઈ લે છે જીવ, જુઓ વીડિયો
Shocking video
| Edited By: | Updated on: Nov 17, 2023 | 10:11 PM

આપણી દુનિયામાં જેટલી સુંદર જગ્યાઓ છે, એટલી જ ખતરનાક જગ્યાઓ પણ છે. આવી જગ્યાઓ પર જતા જ લોકો ગભરાતા હોય છે. મધ્ય અમેરિકાના કેરેબિયન ક્ષેત્રમાં કોસ્ટા રિકા દેશ સ્થિત છે જ્યાં મોતની ગુફા છે. આ ગુફાની અંદર ફર્શ પર કાર્બન ડાઈઓક્સાઈડ ગેસનો એક પૂલ છે, જે એકદમ સ્થિર છે. આ ગેસ એટલી ખતરનાક છે કે ગુફામાં પ્રવેશનાર દરેકનો જીવ લઈ લે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક વ્યક્તિને કાળા રંગની ભયાનક ગુફા પાસે ઉભો જોઈ શકો છો. તે એક ડંડામાં આગ લગાડે છે. જ્યારે ડંડાની આગ સારી રીતે પકડાય જાય છે, ત્યારે તે લાકડાને ગુફાની અંદર લઈ જાય છે. તે ગુફાની ઉપરના ભાગમાં ફેરવે છે. પણ ત્યાર બાદ જેવો તે ડંડાને ગુફાની અંદર લઈ જાય છે આગ ઓલવાય જાય છે. એક અજીબ પ્રકારનો ભૂતિયા ધુમાડો ગુફામાં ફેલાય જાય છે. ફરી એક વાર તે આજ પ્રયાસ કરે છે પણ સફળતા મળતી નથી.

આ રહ્યો મોતની ગુફાનો વાયરલ વીડિયો

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Rainmaker1973 નામની ID પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 56 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 36 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક એ જાણીને આશ્ચર્યચકિત થાય છે કે અહીં કાર્બન ડાયોક્સાઇડનો પૂલ પણ છે, જ્યારે કેટલાક કહે છે કે ‘આ ખૂબ જ ખતરનાક જગ્યા છે’.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો